For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના જીમખાનાનો કબજો લઇ લેતા જિલ્લા કલેકટર

11:21 AM Sep 04, 2024 IST | Bhumika
જૂનાગઢના જીમખાનાનો કબજો લઇ લેતા જિલ્લા કલેકટર
Advertisement

2018થી ચૂંટણી થઇ નથી, મિલકત સરકારી નીકળતા કબજો લઇ લેવાયાની સ્પષ્ટતા

જૂનાગઢ શહેરમાં સરદાર ચોક પાસે આવેલા અને 70 વર્ષથી ચાલતા જીમખાનાને એકાએક સીલ મારી દઇને વહિવટી તંત્રએ કબ્જો સંભાળી લેતા શહેરમાં ચકચાર મચી છે. જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા પોતે હોદ્દાની રૂૂએ જીમખાનાના ચેરમેન છે. આમ છતા થયેલી આ કાર્યવાહીના પગલે શહેરમાં અનેક તર્કવિતર્ક શરૂૂ થયા છે. જુનાગઢ શહેરના 450થી વધુ શ્રેષ્ઠીઓ, નામાંકિત વ્યક્તિઓ અને ઉચ્ચ અધિકારીઓ આ સંસ્થાન સાથે વર્ષોથ જોડાયેલા છે. પૂર્વ સેક્રેટરીએ પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, જેના પ્રમુખ કલેકટર પોતે જ હોય એ જ સંસ્થાને સીલ લાગી જાય એ નવાઇ પમાડે તેવી બાબત છે.

Advertisement

હક્ક ચોકસીની એક પ્રક્રિયા હોય છે જેમાં કોઇપણ મિલકતની માલિકી કોની છે તે નક્કી થતું હોય છે.ત્યારે સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે સંબંધિત તલાટી, મામલતદાર વગેરેની ઇન્કવાયરી કરી હતી.આમાં જૂના રેકર્ડ તપાસ કરતા જીમખાનાની પ્રિમાઇસીસ હક્ક ચોકસી મુજબ સરકારમાં ઠરેલ હતી. જેેને પગલે મામલતદારે જીમખાનાનો કબ્જો લીધો છે. સવાલ અન્ય ગરબડી હોવાની ફરિયાદ આવી હતી ? કલેકટર ગેર વહિવટ કે ગરબડી તો ન કહી શકાય પણ, મેનેજીંગ કમિટીની બેઠક મળવી જોઇએ, દર વર્ષે એન્યુઅલ જનરલ મિટીંગ થવી જોઇએ, બજેટ નક્કી થવુ જોઇએ અને ઓડિટ પણ થવુ જોઇએ એમાંથી કાંઇ થતુ ન હતુ. કલેકટર કહ્યું મારી પાસે છેલ્લા 1 વર્ષથી જીમખાનાના અનેક સભ્યોની લેખીત અને મૌખિક ફરિયાદો હતી જ, જેમાં મે બંધારણનો અભ્યાસ કરતા ખબર પડી કે, નિયમ મુજબ ચાલતુ નથી. 2016થી ચૂંટણી થઇ હતી જેની મુદ્દત 2018માં પૂર્ણ થઇ હતી એ પછી કોઇ ચૂંટણી થઇ નથી, આથી મે કાર્યવાહી કરી છે. સવાલ હવે જીમખાના બંધ રહેશે કે ચાલુ ? કલેકટર જીમખાનામાં રમત ગમતની પ્રવૃત્તિ થતી હતી માટે જીમખાનાની પ્રવૃત્તિઓ બંધ નહિ થાય સરકાર હસ્તકની મિલકતો હોય તેની સારી રીતે જાળવણી થઇ શકે તે માટે આવી મિલકતો શોધી તેનો કબ્જો લેવા સરકારની સૂચના હતી. જેને પગલે આવી મિલકતોની શોધ કરાઇ હતી.

દરમિયાન સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તપાસના અંતે જીમખાનાની મિલકતની હક્ક ચોકસી થઇ હતી. હક્ક ચોકસીની કાર્યવાહીને અંતે સિટી સર્વે નંબર 972ની જીમખાના વાળી મિલકત શ્રી સરકારની હોવાનું સ્પષ્ટ થતા તેનો કબજો લઇ લેવાયો છે. બાદમાં ત્યાં નોટિસ પણ લગાવી દેવાઇ છે જેમાં આ મિલકતમાં પરવાનગી વગર પ્રવેશ કરવો નહિ તેમજ બિન અધિકૃત રીતે પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.આમ, જીમખાનાનો કબજો વહિવટી તંત્રએ લઇ લીધો છે.

આ બિલ્ડીંગ 100 વર્ષ કરતા પણ જૂનું છે અને જીમખાનાની પ્રવૃતિ 70 વર્ષથી ચાલે છે.અહિં સ્પોર્ટસ એક્ટિવીટી ચાલે છે.બેડ મિન્ટન,બીલીયડ, ટેબલ ટેનિસ, લોંગ ટેનીસ,ક્રિકેટ વગેરે રમતો રમાય છે. જો કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો જુદી વાત છે. ત્યારે આવી રમત- ગમતની પ્રવૃત્તિ થતી હોવા છતાં સીલ મારવામાં આવે તે બાબત નવાઇ પમાડે છેેે. જીમખાનાના 450 થી 500 જેટલા સભ્યો છે. આમાં ચેરમેન- પ્રમુખ જિલ્લા કલેકટર અને વાઇસ ચેરમેન- ઉપપ્રમુખ એસપી હોય છે.દર ત્રણ વર્ષે ચૂંટણી થાય છે જેમાં સેક્રેટરી અને 11 સભ્યો હોય છે. છેલ્લે 2016માં ચૂંટણી થઇ હતી પછી મોટાભાગે બિનહરિફ જેવું વાતાવરણ હોય સભ્યો જ ચૂંટણી ઇચ્છતા ન હતા જેથી 2018 બાદ ચૂંટણી થઇ નથી તેમ ગિરીશ કોટેચા, પૂર્વ સેક્રેટરી, જીમખાના એ જણાવ્યુ હતુ.સરદાર ચોકમાં આવેલા જીમખાનામાં સભ્ય થવા માટેની ફી શરૂૂઆતમાં સ્વ. આર. કે. પાઠકના સમયમાં રૂૂા.10,000 હતી, જે સમયાંતરે વધતી વધતી અત્યારે 1 લાખ સુધી પહોંચી ગઇ છે. પૂર્વ સેક્રેટરીએ કહ્યુ હતુ કે, કેટલાક લોકો ડોનેશન 25,000 આપી સભ્ય બન્યા હતા. બાદમાં પૂર્વ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાના સમયમાં 50,000ની ફી હતી. બાદમાં સભ્યોની સંખ્યા વધી જતા આજીવન સભ્ય ફી 1,00,000 કરાઇ છે. દરેક ડોક્યુમેન્ટમાં- સભ્યોના કાર્ડમાં જિલ્લા કલેકટરની સહી હોય છે. પ્રાંત અધિકારીએ ભાસ્કરને કહ્યુ હતુ કે, જિલ્લા કલેકટર તો સતત બદલાતા રહેતા હોય છે માટે ચૂંટણીનો મુદ્દો ધ્યાને આવ્યો ન હતો, જીમખાનામાં ચૂંટણીની જવાબદારી ટ્રેઝેરર- સેક્રેટરીની હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement