લોન નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા જિલ્લા કલેક્ટર
રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લેવામાં આવ્યો હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.દ્વારા ઝાલા નયનાબા શક્તિસિંહ અને ઝાલા જયદીપસિંહ શક્તિસિંહ ને રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર 20, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સીટી સર્વે વોર્ડ નંબર 13,સીટ નંબર 571, સીટી સર્વે નંબર 2092 ની જમીન ચો. મી. 50 ઉપર આવેલ રેસીડેન્સીયલ મકાન આવેલ છે જેના ઉપર તારીખ 31/10/2014 સુધીની બાકી પટ્ટી લહેરી રકમ 6,07,466/- પૈસા અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે સિક્યોરાઈઝેશન એક્ટ અંતર્ગત કલેકટર રાજકોટના હુકમ નંબર જે-એક્સ -સિક્યુ. એક્ટ-કેસ રજી નંબર 283/2018 તારીખ:-27/03/2019 અંતર્ગત મામલતદાર શહેર પૂર્વ એસ જે ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા તારીખ 24/10/2024 ના રોજ કબજો લેવા માટેની નોટિસ આપી આજરોજ તારીખ 21/11/2024 ના રોજ કબજો લઈ રાજકોટ નાગરિક સહકારી બેંકના અધિકૃત અધિકારીને કબજો સોંપવામાં આવેલ છે.