ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંત્યોદય અને NFSAના લાભાર્થીઓને કાલથી આવશ્યક ચીજોનું શરૂ થશે વિતરણ

05:16 PM Oct 31, 2025 IST | admin
Advertisement

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રેશનકાર્ડ લાભાર્થીને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.જે અંતર્ગત તુવેરદાળ, ચણા , ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પણે લાભ રેશનકાર્ડધારકો રાહતદરે મેળવે છે.

Advertisement

રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠા સાથે જન્માષ્ટમી અને દિવાળીનાં તહેવાર દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનો વિતરણ રાહતદરે કરવામાં આવે છે. જે સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે.

નવેમ્બર-2025 માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3.25 કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનાં ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ 1લી નવેમ્બરથી શરૂૂ થનાર છે.

વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઈપણ લાભાર્થી પોતાની પસંદગી મુજબ સમગ્ર રાજયમાં તથા સમગ્ર દેશમાં પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરીને અનાજનાં જથ્થાનો લાભ મેળવી શકે છે. આ યોજનાની અમલવારી શરૂૂ થયેથી ટોટલ 1 કરોડથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભલીધેલ છે. જે બાબતે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.

Tags :
gujaratgujarat newsNFSA
Advertisement
Next Article
Advertisement