ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશ
તરુણ પાસે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાના વીડિયોથી ખળભળાટ
ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનો સાધુ-સંત સમાજને શર્મસાર કરે એવા વીડિયો વાઇરલ થયા છે. વિશ્વજીવન સ્વામી કિશોર પાસે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય કરાવતા અને ભગવતપ્રસાદ સ્વામીનો અશ્ર્લીલ હરકતનો વીડિયો અને બીભસ્ત વોટ્સએપ ચેટ વાઇલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામીનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં 17 વર્ષીય કિશોર પાસે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય કરાવતા સ્વામી નજરે પડે છે. વિશ્વજીવન સ્વામીનાં ચેરમેન હરિજીવન સ્વામી સાથેના ફોટા પણ વાઇરલ થયા છે. આ વીડિયો સામે આવતા સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ વિરોધ દાખવ્યો છે અને સમિતિનાં મહામંત્રી હશુંભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા નફ્ફટ બાવાઓનો નિકાલ કરો. આવા બાવાઓ ધર્મને બદનામ કરી રહ્યા છે. કિશોર પાસે ગંદી કરતૂત કરાવી રહ્યા છે. 500 રૂૂપિયા આપીને બાળકો પાસે આવી કરતૂત કરાવે છે તેવી ફરિયાદ છે. આ મામલે સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.
દરમયિાન, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાવધુ એક સાધુ ભગવતપ્રસાદ સ્વામીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્વામીની અશ્ર્લીલ હરકતો નજરે પડે છે. ગૃહસ્થાને ન શોભે તેવી પ્રવૃતિ સંસ્થાનાં સ્વામીએ કરી છે. ગઢડા મંદિર પાસે સંત નિવાસનો આ વાઇરલ વીડિયો હોવાની ચર્ચા છે. સાધુ ભગવતપ્રસાદના અશ્ર્લીલ વીડિયો સાથે-સાથે બીભસ્ત વોટ્સએપ ચેટ પણ વાઇરલ થઈ છે. વાઇરલ થયેલો આ વીડિયો નવેમ્બર-2024 નો હાવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ પણ ભગવતપ્રસાદ સ્વામીનો બીભસ્ત વીડિયો વાયરલ થયો હતો.