સોમનાથ સ્વદેશી હાટમાં ટ્રસ્ટ દ્વારા દુકાન ફાળવવામાં અન્યાય સામે અસંતોષ
લાગવગના ધોરણે દુકાનોની ફાળવણીના આક્ષેપ સાથે વડાપ્રધાનને રજૂઆત
પ્રભાસ પાટણ સોમનાથ મંદિર સાનિધ્યે નવનિર્મિત સ્વદેશી હાર્ટ માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફાળવાયેલ દુકાનોમાં સાચા હકદાર વેપારીઓને અન્યાય અને ફાળવવામાં મનમાની થયાની અરજી પ્રભાસ પાટણના નાના કોળી વાળા માં રહેતા પરમાર યોગેશ કાનજીભાઈએ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર ને આપેલ છે તેની નકલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદી ,જિલ્લા કલેકટર, નાયબ કલેકટર અને ચીફ ઓફિસર ને પણ આપેલ છે અરજીમાં જણાવ્યા મુજબ અરજદાર છેલ્લા 15 વર્ષથી હમીરજી સર્કલ બાલાજી મંદિર સામે નાળિયેરનો વેપાર ધંધો કરતા હતા અને તારીખ 27 ,1, 24 ના રોજ સ્થળ ખાલી કરવા જણાવતાં મૌખિક આદેશથી ખાલી કરી આપેલ તે બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ સ્વદેશી હાર્ટ માં નગરપાલિકા દ્વારા જેને નોટિસ આપવામાં આવી હતી.
તેવા માત્ર એક બે વર્ષથી જ ધંધો કરતા ધંધાર્થીઓને પણ મનમાનીથી અને લાગવગથી દુકાનો ફાળવવામાં આવેલ છે તેમજ જે લોકો ધંધો કરતા નથી તેવા લોકોને પણ લાગવગથી દુકાનો ફાળવવામાં આવી છે તેમજ એક જ માલિકની અલગ અલગ નામથી પણ પાંચ થી વધારે દુકાનો લાગવગથી તેમજ મનમાની થી દુકાનો ફાળવાયેલ છે.
અને એક જ માલિક ની અલગ અલગ નામથી દુકાનો ફાળવાયેલ છે અને એક વર્ષથી ધંધો કરતા લોકોને પણ દુકાનો ફાળવેલ છે તેવો લેખિત આક્ષેપ અરજદારે અરજીમાં કરેલ છે અને જણાવ્યું છે કે આ સ્વદેશી હાર્ટમાં અમોને દુકાન ફાળવવા રજૂઆત કરવામાં આવેલ છે