ખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચના
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની નીતિઓથી નારાજ નાના સંચાલકોએ પોતાની ટીમ ઉભી કરી: રજૂઆતોને ન્યાય નહીં મળતો હવોની રાવ
ખાનગી શાળાઓના ઉદ્રભવતા પ્રશ્ર્નોના નિરાકરણ અને શિક્ષણને નવી ઉંચાઇ આપવ માટે રાજકોટના સંચાલકો દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ હાલ આ મંડળમાં ભંગાણ થયુ છે અને અલગથી એક સંગઠનની રચના કરવામાં આવી છે. જેનાથી સમગ્ર શહેર અને સૌરાષ્ટ્રના ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
આ મુદ્દો આ અંગે નવા રચાયેલા શાળા સંચાલક મહામંડળ સૌરાષ્ટ્ર-રાજકોટના હોદેદારોએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા હતા અને તેના દરેક નિર્ણયમાં સાથ સહકાર આપ્યો છે. પરંતુ આ મંડળમાં નાની સંસ્થા ધરાવતા શાળા સંચાલકોનજે યોગ્ય રીતે સાંભળવામા આવતા નથી તેઓના પ્રશ્ર્નોનુ યોગ્ય નિરાકરણ કરવામાં આવતુ નથી સતત ઉપેક્ષાઓ કરવામાં આવી રહી હોવાથી નાના સંચાલકો નારાજ હતા અને આ નારાજગીના કારણે અલગ સંગઠનની રચના કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં શિક્ષણ કારર્કિદી ઘડવાનુ ક્ષેત્ર મટી અને રાજકીય અખાડો બની ગયો હોય તેવો ઘાટ સર્જાય રહ્યો છે. શિક્ષણના બદલે એક બીજા વચ્ચે શ્રેષ્ઠ શાળા બનાવવા અને બનાવવાની હોડ જામી છે. જેમા કાયકને કયાંક વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી રહી હોવાનુ શિક્ષણવિદ્રોમાં ચર્ચાઇ રહ્યું છે.
નવા મંડળના હોદેદારોએ જણાવ્યું હતું કે, આ એસોસીએશન હેઠળ અત્યાર સુધીમાં 135 થી વધુ શાળા સંચાલકો સાથે મળીને, સંગઠનની ભાવનાથી એકબીજાને જરૂૂર પડયે સૌનો સાથ સૌનો વિકાસ એ સુત્રને ખરી રીતે ચરિતાર્થ કરવાની નેમ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર લેવલને ધ્યાને રાખીને આ મહામંડળની સ્થાપના કરવામાં આવી છે.
આ મંડળમા પ્રથમ ટર્મ માટે જીતેન્દ્રભાઈ ખુંટ(અધ્યક્ષ), ભરતભાઈ ઢોલરીયા (પ્રમુખ), વિજયભાઈ ગમારા (મહામંત્રી). વિપુલભાઈ પાંભર (ઉપપ્રમુખ),દિપકભાઈ મકવાણા (ખજાનચી), મનોજભાઈ દેત્રોજા, વિકાસભાઈ મેધાણી (સભ્ય) તેમજ જગદિશભાઈ વેકરીયા, મનસુખભાઈ પાટડીયા, જેન્તિભાઈ ભાખર (મુખ્ય સલાહકાર) તરીકે સર્વસંમતીથી નિમણુંક પામ્યા છે.
આ એસોસીએશન આવતા સમયમાં શિક્ષણને લગતા પ્રશ્નોના નિરાકરણ કરવા, આપણી ઉજળી પરંપરાઓ જાળવવા તેમજ આવી રહેલ નવી શિક્ષણનીતી અને પાયા વિષયક શિક્ષણ પધ્ધતીને વિકસાવવા અને ચરિતાર્થ કરવા તેવા સારા ઉદ્દેશ માટે આ મંડળનો ઉદય થયો, ખરેખર આવા શુધ્ધ હેતુથી બનેલ, આ મંડળ શિક્ષણમાં એકસરખી વ્યવસ્થાઓને જાળવવા અને નાના સંચાલકોને પડતીમુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે ઉદ્ભવ થયો તેમ કહી શકાય. તેવું અંતમાં જણાવ્યું છે.