મનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચના
સ્ટેન્ડિંગમાં બે દરખાસ્ત પેન્ડિંગ, ગાંડીવેલનું કામ સંતોષકારક ન થતાં હવે રિટેન્ડર કરી નવી એજન્સીને કામ સોંપાશે
મીડિયા અહેવાલોની નોંધ લઈ તાત્કાલિક ધોરણે કામ કરો, તમામ વોર્ડના રોડ-રસ્તા સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી 15 દિવસમાં રિપોર્ટ આપવા સ્ટે. ચેરમેનનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકાની ટ્રેનીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ જેમાં પ્રથમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રજૂ થયેલ દરખાસ્તની ચર્ચા હાથ ધરી હતી અધિકારીઓ સાથે સંકલન દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગના સભ્યો કાળઝાળ થયું થયા હતા અને ચોમાસુ બેઠું નથી ત્યાં જ ફરિયાદોના ધોધવહીયા છે તેવું કહી અધિકારીઓ ને સાણસામા લેતા ચેરમેને ત્રણેય ડેપ્યુટી કમિશનરને 15 દિવસમાં પ્રજાના રોડ રસ્તા સહિતના કામો થઈ જવા જોઈએ અને આ પંદર દિવસ ઓફિસમાં બેસવાનું બંધ કરી ફિલ્ડમાં કામ કરવાનો કડક આદેશ આપતા અધિકારીઓ અને કર્મચારીઓ માં સોંપો પડી ગયો હતો.
મહાનગરપાલિકાની ટ્રેનીંગ કમિટીની બેઠકમાં આજે રજૂ થયેલ 63 દરખાસ્ત પૈકી બેદરખાને વધુ વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી જ્યારે ગાડીવેલ કાઢવાનો કોન્ટ્રાક્ટ વધારવાની દરખાસ્ત રદ કરી રિટેન્ડર કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે ટ્રેનિંગ ચેરમેન જૈમીનભાઇ ઠાકરે જણાવેલ કે છેલ્લા બે વર્ષથી આજે નદીમાં ગાડીવેલ કાઢવાનું કામ ચાલુ છે પરંતુ કામગીરી સંતોષકારક ન હોવાથી હવે વધુ અનુભવી એજન્સીને કામ આપવાનું હોવાથી આ એજન્સી નો મુદત વધારવાની દરખાસ્ત ના મંજૂર કરી આ કામ માટે નવી એજન્સી આવે તે માટે રિટેન્ડર કરવાની સુચના આપવામાં આવી છે.
આજની સ્ટેન્ડિંગમાં બે દરખાસ્ત પેન્ડિંગ રાખી એક દરખાસ્ત ના મંજૂર કરી બાકીની તમામ દરખાસ્ત મંજૂર કરી રૂૂપિયા 144 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી આજની સ્ટેન્ડિંગમાં મુખ્યત્વે અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા મામુલી વરસાદમાં રોડ રસ્તાઓ ભંગાર હાલતમાં થઈ ગયા બાદ સમયસર કામ ન થતા હોવાની ફરિયાદો ઉઠતા ચેરમેન ધુઆ ફુવા થયા હતાં અને અધિકારીઓને જણાવેલ કે, ન્યુઝ પેપરમાં આવતા પ્રશ્ર્નોનું તુરંત નિરાકરણ થવું જોઈએ. ત્યારે અમુક અધિકારીઓએ જણાવેલ કે, મિડિયામાં ખોટા સમાચારો આવી રહ્યા છે.
પરંતુ ચેરમેને તેમને ખખડાવી જણાવેલ કે, મીડિયાની ફરિયાદોની ફરજિયાત નોંધ લેવામાં આવે અને લોકોના કામ તાત્કાલીક કરવામાં આવે તમામ વોર્ડમાં 15 દિવસની અંદર રોડ-રસ્તા, ભુગર્ભ સહિતના કામોનો રિપોર્ટ મને આપવાનો રહેશે. આ 15 દિવસ ઓફિસમાં બેસવાનું નથી! અને સતત ફિલ્ડમાં હાજરી હોવી જોઈએ. તેમ કહી ત્રણેય ડેપ્યુટી કમિશનરને કડક ભાષામાં સુચના આપી હતી.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ થયેલ 63 દરખાસ્તો પૈકી અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા તેમજ 150 ફૂટ રીંગ રોડ માટે સફાઈ કામદારોની નિમણુંક તથા વેસ્ટઝોન હેઠળ આવતા તમામ 6 વોર્ડમાં ડામર કામ તથા ગાંડીવેલ દૂર કરવા માટે બે નંગ વેડા હાર્નેશ મશીનની ખરીદી તેમજ વોર્ડ નં. 11 માં ફરસાણા ચોકથી કણકોટ ગામ સુધીના 24 મીટરના રોડને ડેવલોપ કરવા તથા ન્યારા ગામ ખાતે 342.72 લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસ તૈયાર કરવા અને રેસકોર્સ સંકૂલમાં નવનિર્માણ થયેલ આર્ટ ગેલેરી માટેની ડિપોઝીટી તેમજ ભાડાના દર નક્કી કરવા અને અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની મેડીકલ સહાય સહિતની દરખાસ્તો આવતી કાલની સ્ટેન્ડીંગમાં મંજુર કરવામાં આવી હતી. બે દરખાસ્ત પેન્ડીંગ અને એક દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.
ક્લાઈમેટ એક્શન પ્લાનમાં કમિટીને ટપ્પા ન પડતાં દરખાસ્ત પરત
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ દરખાસ્તો પૈકી રાજકોટ ક્લાઈમેટ રિસિલીયન્ટ સીટી એક્શન પ્લાન અને સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ પરંતુ સ્ટેન્ડીંગ ચેરમેન અને સ્ટેન્ડીંગના સભ્યોને આ પ્રોજેક્ટમાં ટપ્પા ન પડતા તેમજ અધિકારીઓએ આ મુદ્દે જરૂરી માહિતી ન આપતા મુંજાયેલ કમિટિએ ફેરવિચારણાના બહાના હેઠળ આ દરખાસ્ત પેન્ડીંગ રાખી પોતાની અભણતાનું પ્રદર્શન કર્યુ હતું. રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ સીટી એક્શન પ્લાન - ટુવર્ડસ નેટ ઝીરો ફ્યુચર બાય 2070’ ના સફળ વ્યૂહરચનાત્મક અમલીકરણ તથા મોનીટરીંગ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘નેટ-ઝીરો એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્ટ સેલ’ના ગઠન બાબત સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશન ફંડેડ ‘કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્ટ સીટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (કેપેસીટીસ)’ ફેઝ 3 પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને ICLEI South Asia વચ્ચે થનારMoUને મંજૂરી આપવા આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
144 કરોડના ખર્ચને બહાલી
કામની વિગત રકમ
રસ્તા કામ 71.79 કરોડ
ડ્રેનેજ 2.56 કરોડ
પેવીંગ બ્લોક 25.49 લાખ
તબીબી સહાય 6.50 લાખ
કાર્યક્રમ ખર્ચ 10.22 લાખ
શાળા લાયબ્રેરી 27.91 લાખ
સ્ટ્રોમ વોટર 1.09 કરોડ
વોટર વર્કસ 24.15 કરોડ
ફાયર સ્ટેશન 21.55 કરોડ
નવી આંગણવાડી 13.54 લાખ
ડ્રેનેજ સફાઈ સાધનો 8.47 કરોડ
કુલ ખર્ચ 144,92,44,123