ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો

04:12 PM Jun 20, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ વિરૂૂદ્ધ લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. જીજ્ઞોશ શાહે વર્ષ 2012 થી 2022ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ 3.07 કરોડની અપ્રમાણસર મિલકતોમાં રોકાણ કર્યું હતું. એસીબીએ ફોરેન્સીક એકાઉન્ટીંગની મદદથી કરેલી તપાસમાં વિવિધ રોકાણો અંગે માહિતી મળી હતી. જેમાં જમીન અને મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે એસીબીે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ દ્વારા ખુબ મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની અરજી લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને મળી હતી. જેના આધારે તપાસ શરૂૂ કરવામાં આવી હતી. આ તપાસમાં એસીબીએ એપ્રિલ 2012થી માર્ચ 2022 દરમિયાન જીજ્ઞોશ શાહની આવક અને ખર્ચ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ફોરેન્સીક એકાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદ લઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીજ્ઞોશ શાહે તેના તેમજ પરિવારના અન્ય સભ્યોના નામે મકાન, જમીન અને સોનામાં રોકાણ કર્યું હતું.

તેમની કુલ આવક આશરે રૂૂપિયા 3.07 કરોડની મિલકતો વસાવી હતી. જે તેમની કુલ આવક કરતા 102 ટકા વધુ હતી. આ ફાઇનલ રિપોર્ટના આધારે એસીબીએ ગુરૂૂવારે એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞોશ શાહ વિરૂૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એએમસીમાં ચાલતા કૌભાંડ અંગે વિગતો સામે આવે તેવી શક્યતા પણ એસીબીના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAhmedabad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement