For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈ

04:13 PM Sep 19, 2025 IST | Bhumika
બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર  નોટિસ ફટકારાઈ

ફૂડ વિભાગ દ્વારા 24 દુકાનોમાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગેની નોટિસ: પાંચ સ્થળેથી નમૂના લેવાયા

Advertisement

ફૂડ વિભાગ દ્વારા આજે 24 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છ ને લાયસન્સ અંગે નોટીસ ફટકારી રૈયા રોડ ઉપર આવેલ બજરંગ વડાપાંઉમાં ગંદકી જોવા મળતા હાઈજેનીક સ્ટોરેજ તથા લાયસન્સ બાબતે નોટીસ આપી હતી તેમજ પાંચ દુકાનોમાંથી ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

ફૂડ વિભાગ દ્વારા (1)માનવ મેડીસીન્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)રિયલ સોડા પોઈન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)ઓમપ્રકાશ પકોડી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)ગાંધી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (05)ચોકો બાઇટ કેક શોપ (06)ઘનશ્યામ કેક શોપ (07)વત્સા સુપર માર્કેટ (08)ઓશો મેડીસીન્સ (09)શ્રી આઇસ્ક્રીમ પાર્લર (10)મહાવીર ફરસાણ (11)વૃંદાવન ડેરી ફાર્મ (12)ગિરિરાજ એજન્સી (13)શુભમ પ્રોવિઝન સ્ટોર (14)અનુજ અમૂલ પાર્લર (15)ખોડિયાર ડેરી ફાર્મ (16)નીલકંઠ બેકરી (17)આશુતોષ આઇસ્ક્રીમ (18)બાલાજી સેલ્સ (19)બાલાજી ડેરી (20)ઓમ આઇસ્ક્રીમ સોડા (21)બેસ્ટ બેકરી (22)જશોદા ડેરી ફાર્મ (23)હરભોલે સ્વીટ માર્ટ (24)માતંગી એન્ટરપ્રાઇઝની ચકાસણી કરવામાં આવેલ. અને હાઈજેનીક અંગે સુચના આપવામાં આવી હતી.

Advertisement

ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન ANMOL SUPER REFINED KAPAASIYA TEL (FROM 15 KG PKD TIN): સ્થળ -ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ. ગ્રા.ફ શોપ નં.01 થી 04, કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, જૂના મોરબી રોડ પાસે, 2. મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ -જીલ પીઝા બફેટ રાજકોટ કકઙ., ગ્રીનફીલ્ડ રોડ, સરીતા વિહાર પાસે, કાલાવડ રોડ, 3. પનીર બટર મસાલા (પ્રિપેર્ડ સબ્જી- લુઝ): સ્થળ -જીલ પીઝા બફેટ રાજકોટ કકઙ., ગ્રીનફીલ્ડ રોડ, સરીતા વિહાર પાસે, કાલાવડ રોડ, 4. પનીર (લુઝ): સ્થળ -અજેન્દ્ર ડેરી ફાર્મ, 8 સોરઠિયાવાડી, મહેશ સેલ્સની બાજુમાં, 5. ગાયનું દૂધ (લુઝ): સ્થળ -ગોવિંદમ ડેરી ફાર્મ, શોપ નં.05, શ્રી હરિદર્શન હાઇટ્સ, 50 ફૂટ રોડ, ડી-માર્ટ પાછળ, કુવાડવા રોડ સહિત પાંચ સ્થળેથી નમુના લેવામાં આવ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement