ભાવનગર ડિસ્ટ્રિકટ બેન્ક ભરતી કૌભાંડમાં ડિરેકટરો પર આક્ષેપ
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી આક્ષેપ લગાવ્યા છે. તેમણે ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી નોકરી આપ્યાનો આરોપ લગાવ્યો છે. 80 જેટલા લોકોને ડિસ્ટ્રિક્ટ બેન્કમાં નોકરી અપાઈ ગઈ હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે. તે સિવાય બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનું યુવરાજસિંહે કહ્યું હતું.
ઉપરાંત પાલિતાણાના ખકઅના પુત્રની ખોટી રીતે ભરતી કરાઈ હોવાનું પણ યુવરાજસિંહે કહ્યું હતું.
બેન્કની પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ હોવાનો દાવો યુવરાજસિંહે કર્યો છે.તે સિવાય ભાવનગર સીદસર જૂથ કૃષિ સેવા મંડળીના પ્રમુખ જાજડીયા ભીખાભાઈ ડાહ્યાભાઈએ ડીઆર. સહકારી મંડળીઓ ભાવનગરને એક પત્ર લખ્યો છે.જેમાં તેમણે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ગેરરીતિનો તપાસ રિપોર્ટ આપવામાં આવે અને ક્યાં ક્યાં વિષય વસ્તુ ઉપર તપાસ કરવામાં આવી રહી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે, તેમ જણાવ્યું છે.
તે સિવાય આજથી અંદાજિત 20 દિવસ અગાઉ 25/03/2025ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની કલાર્કની ભરતીમાં ગેરરીતિ થયા હોવાની વાત આધાર પુરાવા સાથે કરેલ ત્યારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટાર ના ઉપસ્થિત પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે તપાસ કમિટી નીમી છે તપાસ ચાલુ કરી છે તો આજે અમે જાણવા આવ્યા છીએ તપાસ ક્યાં પોહચી અને તપાસ ક્યાં વિષય વસ્તુ ઉપર થઈ રહી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે અને તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે.
ભૂતકાળમાં રજૂઆત કરવા આવેલ તે સમયે અમો દ્વારા કલાર્કની ભરતીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના માર્ક્સ અને મેરીટ યાદી માંગવામાં આવેલ જે ગોપનીયતા નામ હેઠળ આપવામાં આવેલ નથી, પરંતુ અમે ફરી કહીએ છીએ કે આ ભરતી બોર્ડના નિયમોનું ઉલ્લંઘન છે આ યાદી તે જ સમયે પાસ અને ફેલ થયેલા ઉમેદવારોની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવી જોઈએ તો તે શા માટે કરવામાં આવેલ નથી ?
ક્યાં ઠરાવ અંતર્ગત ફક્ત કલાર્ક ની ભરતીમાં વય મર્યાદા બદલાવ કરવામાં આવેલ ? તે ઠરાવની નકલ આપવામાં આવે !ગુજરાતની કોઈપણ ભરતી હોય અને નોટિફિકેશન આવે ત્યારે સિલેબસ જોડે જ આવતો હોય છે તો આ ભરતીમાં સિલેબસ કેમ પ્રસિદ્ધ કરવામાં ન આવેલ ?અગાઉની અમારી પ્રેસ કોન્ફરન્સ માં નામ જોગ આરોપ મૂક્યા હતા આજે તે તમામ ઉમેદવાર ગેરરીતિ થી ભાવનગરની અલગ અલગ બ્રાન્ચમાં નોકરી કરી રહ્યા હોવાની અમારા અંગત સૂત્રોના માધ્યમથી ખ્યાલ પડેલ છે.
આ ભરતીમાં ખૂબ મોટા માથા અને વગદાર વ્યક્તિઓના દિકરા/ભત્રીજા/ભાણિયા લાગેલા છે. પિયુષ ભીખાભાઇ બારૈયા (જે વર્તમાન પાલિતાણા ના ધારાસભ્ય ના દિકરા છે)102 વિધાનસભા ના ધારાસભ્ય ભીખાભાઈ બારીયા ના છોકરાને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્કમાં પાલીતાણા તાલુકાના રાજસ્થાની ગામે મૂકવામાં આવેલ છે. જ્યારે પાલીતાણા એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ ગોટીના ભાગીદારના છોકરા મેરને લેવામાં આવ્યો છે.