દીકરીના નિહાપા લાગ્યા, દિલીપ સંઘાણીનું તોફાની ટ્વિટ!
અમરેલી રાજકારણમાં વમળો સર્જતી પોસ્ટથી ભારે ચકચાર
ભાજપના નેતા દિલીપ સંઘાણી ફરી ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંઘાણીએ કરેલી ટ્વીટથી ફરી પાછો હડકંપ મચ્યો છે. આ ટવીટે અનેક રાજકીય અટકળોને વેગ આપ્યો છે. સંઘાણીએ સોશિયલ મીડિયા પર સૂચક ટવીટ કરીને જણાવ્યું છે કે દિકરીના નિહાપા લાગ્યા. સંઘાણીએ આ ટવીટ કોના અંગે કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. ટવીટ મામલે દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે મેં મારી ભાવના ટવીટ સ્વરૂૂપે રજૂ કરી.
દિલીપ સંઘાણીએ આ ટવીટ અમરેલીની મુલાકાત બાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમરેલીની મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિ જોયા પછી આ ભાવના રજૂ કરી હતી. તેમણે પાછી આ ટવીટ નામ વગર કરી હતી. તેના કારણે દરેક જણ વિચારમાં પડી ગયા છે કે તેમણે આ ટવીટ અમરેલીને ધ્યાનમાં રાખીને તો કરી, પણ તે કોને લક્ષ્યાંક બનાવીને કરી તે બાબત ચર્ચાનો વિષય છે.
સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરે તે મોટો સવાલ છે. ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીની સૂચક પોસ્ટથી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. દિકરીના નિહાપા..... લાગ્યા !
આ શબ્દો કોના માટે હવે તે વિશે કાનાફૂસી શરૂૂ થઈ છે. પોસ્ટ કયા સંદર્ભમા કરી તેવું લોકો એકબીજાને પૂછી રહ્યાં છે. આ સહકારી નેતાની પોસ્ટ લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
પાયલ ઉપર અત્યાચાર થયો ત્યારે આ નરાધમો સ્થિતિ જોતા હતા : દૂધાત
દિલીપ સંઘાણીના દીકરીના નિહાપા લાગ્યા પોસ્ટ અંગે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતની પ્રતિક્રીયા સામે આવી છે. તેમણે કહ્યું કે, દિલીપ સંઘાણીનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાને હોઈ શકે. જ્યારે પાટીદાર દીકરી પાયલ ગોટી પર અત્યાચાર થતો હતો, ત્યારે આ નરાધમો આ સ્થિતિને જોઈ રહ્યા હતા. આજની તારીખમાં પાયલ ગોટીને ન્યાય આપવામાં હાઇકોર્ટમાં બધી જ મેટ્રો ચાલુ છે. કુદરત છે! કોઈ દિવસ કોઈને છોડતો નથી, ને પ્રથમ દિવસે જ વાત કરી હતી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે.