દિલીપ સંઘાણી અમરેલી જિલ્લા સહકારી બેંકનું ચેરમેનપદ છોડશે
ગુજરાતના કદાવર સહકારી નેતા ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ અમરેલી જિલ્લા સહકારી બેંકનું ચેરમેનપદ છોડવાની અને નવી પેઢીને સુકાન સોંપવાની જાહેરાત કરી છે. જોકે તેમણે રાજકારણમાં સક્રિય રહેવાની પણ વાત કરી છે.
ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ અમરેલી જિલ્લા સહકારી બેંકનું પદ છોડી દેશે. તેમણે આ નિર્ણય પાછળ યુવા પેઢીને સહકારી ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનો હેતુ જણાવ્યો છે.
આ નિર્ણયની સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાજકારણ છોડવાના નથી. તેમણે એમ પણ જણાવ્યું કે સહકારી કાયદા મુજબ, કોઈ પણ વ્યક્તિ સતત બે ટર્મથી વધુ સમય એક જ પદ પર રહી શકે નહીં, તેથી તેઓ આ નિયમનું પાલન કરશે. સંઘાણીના આ નિવેદનથી સહકારી રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂૂ થઈ છે, કારણ કે તેમના જેવા અનુભવી નેતાના આ નિર્ણયથી યુવા નેતાઓ માટે નવી તકો ઊભી થશે.