For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીએચ.ડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કો ઓપરેટિવ કમિટીના અધ્યક્ષપદે દિલીપ સંઘાણીની વરણી

11:21 AM Oct 30, 2025 IST | admin
પીએચ ડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કો ઓપરેટિવ કમિટીના અધ્યક્ષપદે દિલીપ સંઘાણીની વરણી

દેશની વિકાસ યાત્રામાં સહકાર વિવિધ ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવી દેશના પ્રધાનમંત્રી અને સહકાર મંત્રીના સહકાર થી સમૃધ્ધિ સંકલ્પને ચરિતાર્થ કરવા કમર કસી છે તેવા સમયે અનેક સહકારી સંસ્થાઓને નેતૃત્વ અને માર્ગદર્શન પુરૂૂ પાડતા ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી અને NCUI, ઈફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીની પી.એચ.ડી.ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કોઓપરેટીવ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂંક થતા આજરોજ કાર્યભાર સંભાળેલ.

Advertisement

PHDCCI છેલ્લા 120 વર્ષથી ભારતીય ઉદ્યોગ, વેપાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યું છે. ઉદ્યોગ અને સરકાર સાથે પ્રગતિશીલ ભાગીદાર તરીકે, PHDCCI ભારતીય અર્થતંત્રની પ્રગતિ, સંવાદિતા અને સંકલિત વિકાસને આગળ વધારવા માટે મજબૂત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો સાથે પાયાના સ્તરે કામ કરે છે.PHDCCI વિશ્વના આશરે 1,50,000 થી વધુ મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગો સુધી પહોંચતા ઉદ્યોગ અને વેપારનો અવાજ તરીકે કાર્ય કરે છે, ભારતીય અર્થતંત્રને આગલા સ્તર પર લઈ જવા માટે અનેક ક્ષેત્રોમાં ઉદ્યોગ જ્ઞાન સાથે તેના વારસાનો ઉપયોગ કરીને આગળ વધવા માટે PHDCCI પ્રતિબદ્ધ છે.

ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગી ભાગીદાર તરીકે પી.એચ.ડી.ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કોઓપરેટીવ દેશના વિવિધ વિસ્તારોમા મૂળસ્તરે કાર્ય કરી ભારતના અર્થતંત્રના સમન્વિત વિકાસ, પ્રગતિ અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.

Advertisement

આજ રોજ દિલીપ સંઘાણી એ પી.એચ.ડી.ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કોઓપરેટીવ કમિટીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સાંભળતા PHDCCI ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ ડો. જતિન્દર સિંહ, સિનિયર સેક્રેટરી રૂૂપેશ પાંડે અને IFFCO ના સિનિયર જનરલ મેનેજર તરુણ ભાર્ગવે શુભેચ્છા પાઠવી હતી. દુષ્યંત સિંહ પુનિયા અને NCUI ના ડિરેક્ટર પ્રદીપ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement