For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં જર્જરીત મકાન તોડી પડાયું

11:32 AM Jul 03, 2025 IST | Bhumika
મોરબીમાં જર્જરીત મકાન તોડી પડાયું

દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ તોડી પાડ્યું

Advertisement

મોરબી શહેરમાં અનેક જુના મકાનો આવેલ છે જે જોખમી હાલતમાં હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે મોટી માધાણી શેરીમાં પણ આવું વર્ષો જુનું જર્જરિત મકાન તોડી પાડવા લત્તાવાસીઓની માંગણી સ્વીકારી આજે મહાનગરપાલિકાએ મકાન તોડી પાડવાની કામગીરી કરી હતી.

મોરબીના દરબાર ગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હતું મકાન જર્જરિત થઇ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડે તેવો ભય લત્તાવાસીઓ ને સતાવતો હોવાથી ગત ઓગસ્ટ માસમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી અને એપ્રિલ 2025 માં મહાનગરપાલિકાએ મકાન માલિકને આખરી નોટીસ પાઠવી બિલ્ડીંગ તોડી પાડવા સુચના આપી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમે જર્જરિત મકાન તોડી પાડતા સ્થાનિકોને રાહત મળી છે.

Advertisement

મોટી માધાણી શેરીનું વર્ષો જુનું જોખમી મકાન તંત્રએ તોડી પાડ્યું છે જે કામગીરી આવકારદાયક છે પરંતુ મોટી માધાણી શેરીના નાકે મુખ્ય રોડ પર જ એક હજુ જોખમી મકાન આવેલ છે જે ભારે વરસાદ કે પવનને કારણે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે તેમ છે જેથી શેરીના નાકે આવેલ મકાન તોડી પાડવાની તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement