ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, 16ને બચાવાયા

05:13 PM Jun 17, 2025 IST | Bhumika
Advertisement

શાહીબાગના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ અંગે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને કોલ મળતા જ બચાવકાર્ય શરૂૂ કરાયું હતું.

Advertisement

આ ઈમારત જે G 3 તરીકે વર્ગીકૃત કરાયેલું છે જેના ત્રીજા માળે પતરાંનો શેડ આવેલો છે જેમાં તિરાડો પણ હતી અને બાંધકામ પણ નબળું પડી ગયું હતું. છેવટે આ ઘટનામાં અગાશી અને સીડીનો ભાગ તૂટી પડ્યો હતો જેના કારણે બીજા માળનો હિસ્સો પણ તૂટ્યો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડે અહીં રહેતા તમામ લોકોને ઝડપથી નીચે ઉતારી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી.

શાહપુર ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, અમે જોખમી ઈમારતમાંથી 16 લોકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. આ ઈમારત લાંબા સમયથી નાજુક સ્થિતિમાં હતી. સ્થાનિક સત્તાધિકારીઓને પણ આ જોખમ વિશે સૂચના અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઈમારતના બાકીના ભાગનું પણ નિરીક્ષણ કરીને તેને તોડી પાડવાનું કામ શરૂૂ કરી શકે છે. ખાસ કરીને ચોમાસું બેસી ગયું હોવાથી શહેરની તમામ જૂની ઈમારતોમાં રહેતા લોકોને સ્થાનિક વોર્ડ ઓફિસોમાં જાણ કરવા વિનંતી કરી છે.

16 લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા
1. કાજલબેન સુથાર (23)
2. મેમણ શબનમ બાનું (36)
3. ઝૈતુન બીબી મેમણ (70)
4. અશોકભાઈ વર્મા (45)
5. હાર્દિકભાઈ વર્મા (23)
6. ખુશી વર્મા (20)
7. રીન્કી વર્મા (41)
8. રેહાન અકબર મોવર (22)
9. ફરહાન અકબર મોવર (7)
10. સકીના અકબર મોવર (30)
11. મેમણ મોહમ્મદ ઝૈદ (16)
12. મુસ્કાન બાનું શેખ (25)
13. સનાબાનું શેખ (17)
14. સમા બાનું મુસ્તાકીમ શેખ (22)
15. મુસ્તાકીમ શેખ (25)
16. મોહમ્મદ અયાન (9 મહિના)

Tags :
AhmedabadAhmedabad newsBuilding collapsesgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement