For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર જિલ્લામાં 8.63 લાખ જેટલા ફોર્મ્સની ડિજિટાઈઝેશન કામગીરી સંપન્ન

01:34 PM Nov 29, 2025 IST | Bhumika
જામનગર જિલ્લામાં 8 63 લાખ જેટલા ફોર્મ્સની ડિજિટાઈઝેશન કામગીરી સંપન્ન

જામનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ ના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કર ના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ મતદાર યાદી સુધારણા ની કામગીરી પૂરજોશ.માં ચાલી રહી છે.

Advertisement

જિલ્લામાં હાલ કુલ 12,41,097 મતદારો નોંધાયેલા છે, જેના માટે 1,242 પોલિંગ સ્ટેશનો પર કામ ચાલી રહૃાું છે. કુલ મતદારો માં થી, 12,37,662 જેટલા એન્યુમરેશન ફોર્મ્સ (ઈએફએસ)નું વિતરણ થઈ ચૂક્યું છે.આ ફોર્મ્સ ભરાઈ ગયા પછી તે માહિતી ડિજિટાઇઝેશનની કામગીરી હાલ ઝડપભેર શરૂૂ છે જેમાં અત્યાર સુધીમાં 8,63,782 જેટલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.આ આંકડો વિતરણ થયેલા ફોર્મ્સના 69.60 ટકા જેટલો થાય છે.
સાથે જ તમામ મતદારો ને જિલ્લા વહિવટી તંત્ર તરફથી અપિલ કરવામાં આવે છે કે જેમણે હજી સુધી તેમના ફોર્મ્સ ભરીને પરત આપ્યા નથી, તેઓ તાત્કાલિક તેમના બૂથ લેવલ ઓફિસરને અથવા મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરીને આ રાષ્ટ્રવ્યાપી સુધારણા પ્રક્રિયામાં પોતાનો સહકાર આપીને ફોર્મ ભરીને પરત આપે.

આગામી તારીખ 29/11/2025 ના બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી અને તારીખ 30 ના સવારે 10 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી વિધાનસભા મતદાર વિભાગની મામલતદાર કચેરી આ સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે મતદારો ને ગણતરી ફોર્મ મેળવવાના બાકી છે તેઓ પોતાના ફોર્મ મેળવી શકશે, પોતાના ગણતરી ફોર્મમાં વિગતો મેળવવા-ભરાવવામાં માર્ગદર્શન મેળવી શકાશે તેમજ પોતાના ભરેલા ગણતરી ફોર્મ પરત કરી શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement