ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડિજિટલ સિગ્નેચર ફાઈનલ ન થતા ટી.પી. વિભાગની કામગીરી ફરી ઠપ્પ

04:08 PM Jul 13, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ટાઉન પ્લાનિંગ વિભાગના ટીપીઓ સહિતનો સ્ટાફ નવો આવી જતાં કામગીરી થઈ શકતી નથી

Advertisement

મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિબાગના બાંધકામોની મંજુરી માટે મુકાતી ફાઈલોમાં ડીઝીટલ સિગ્નેચર ફરજિયાત છે. ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ ટીપીઓ અને ટાઉન પ્લાનીંગ વિભાગના તમામ સ્ટાફની નવી નિમણુંક થયા બાદ ડીઝીટલ સિગ્નેચરનું નામ ફાઈનલ ન થતાં હાલમાં કામગીરી મંદગતિએ ચાલી રહી છે. તેમજ બે-ત્રણ દિવસમાં ડિઝિટલ સિગ્નેચર ફાઈનલ થઈ જશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

પાડાના વાંકે પખાલીને ડામ આ કહેવત રાજકોટમાં પોતાના આવાસ બનાવવા માટે પ્લાન મૂકનાર શહેરીજનો માટે ગેમઝોન કાંડ બાદ સાચી ઠરી રહી છે. ગત તા.25 મેથી બંધ થયેલી નાના મકાનો અને લો રાઈઝના પ્લાન પાસની ઓન લાઈન થતી કામગીરી લટકી પડી છે અને તે આગળ ધપવાનું નામ લેતી નથી. ટી.પી.ના કર્મચારીઓ બદલાઈ જતા ઓન લાઈન કામ માટે જરૂરી એવી ડિજીટલ સિગ્નેચર નહિ મળતા આ કામગીરી આગળ ધપી શકી નથી. રાજકોટમાં નાના અને લો રાઈઝ બિલ્ડિંગ પ્લાન પાસ કરવાની કામગીરી ઓન લાઈન કરવામાં આવે છે તેને ચેક કરીને ઓન લાઈન જ મંજૂરી આપી દેવામાં આવતી હોય છે. પ્લાન પાસની આ કામગીરી ત્રણ ચાર દિવસમાં અગાઉ બધી ક્વેરી સોલ્વ થઈ જાય તો કરી દેવામાં આવતી હતી .

છેલ્લા એક મહિનાથી એક પણ પ્લાન પાસ થઈ શકયો નથી કારણ કે ટી.પી.નો આખો સ્ટાફ બદલાયો છે અને નવા સ્ટાફ માટે ડિજીટલ સિગ્નેચર ખરીદવા માટે કામગીરી કરી હોવા છતા ફાળવણી થઈ નથી. ટી.પી.ના સૂત્રોએ કહયું હતું કે, બે ત્રણ દિવસમાં આ સિગ્નેચર આવી જતા અમે કામગીરી આગળ ધપાવી શકીશું.

છતાં મહાનગરપાલિકાના ટીપી વિભાગમાં હાલમાં મુકવામાં આવેલ સ્ટાફ તેમજ જે સીટી ઈજનેરને એટીપીઓની કામગીરીની સત્તા આપવામાં આવી છે. તેઓ પણ ડરતા ડરતા કામગીરી કરતા હોવાનું જાણવા મળેલ છે. આથી આગામી દિવસોમાં ટાઉન પ્લાનીંગ વિભાગમાં હજુપણ મોટા ફેરફારો થવાની શક્યતા જોવાઈ રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMCT>P department
Advertisement
Advertisement