ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ

03:42 PM Jun 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

આખો દેશ પીડીત પરિવારો સાથે ઉભો છે: કેન્દ્રીય ગૃહમંત્રી

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે ક્રેશ થઈ ગઈ. ઘણા મુસાફરોના મોતની શક્યતા છે. આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આખો દેશ પરિવારો સાથે ઉભો છે. સૌ પ્રથમ, ભારત સરકાર, ગુજરાત સરકાર અને વડાપ્રધાન વતી, હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
ઘટનાની જાણકારી મળ્યાના 10 મિનિટમાં જ ભારત સરકાર સુધી માહિતી પહોંચી ગઈ હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું, મેં તાત્કાલિક બધાનો સંપર્ક કર્યો. મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.અમિત શાહે દુર્ઘટનાની ભયાવહતા સમજાવતા કહ્યું કે, વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ હતું. આગ એટલી ઝડપથી લાગી કે બચાવનો કોઈ મોકો જ નહોતો મળ્યો. આ કારણે મૃત્યુઆંક વધુ હોવાની આશંકા છે.

ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હોવાથી, અમિત શાહે જણાવ્યું કે, મૃતકોની ઓળખ ઉગઅ પરીક્ષણ પછી કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 1000 DNA પરીક્ષણ કરવામાં આવશે. તેમણે અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલા એક મુસાફરને મળ્યા હોવાનું પણ જણાવ્યું. ઉડ્ડયન મંત્રીએ તપાસ ઝડપથી આગળ વધે તે માટે માહિતી આપી છે, અને ઉડ્ડયન વિભાગે તેની તપાસ શરૂૂ કરી દીધી છે.

 

Tags :
AhmadabadAhmadabad NEWSAhmadabad Plane Crash Vijay Rupani DeathAir India Air India Plane Crashamit shahvijay rupani
Advertisement
Next Article
Advertisement