For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૈતર વસાવાએ પોતાના વખાણ કરતો નિબંધ લખાવ્યો?

05:06 PM Apr 19, 2025 IST | Bhumika
ચૈતર વસાવાએ પોતાના વખાણ કરતો નિબંધ લખાવ્યો

જ્યારે ખુદનાં વખાણ જ ખોટા લાગવા લાગે ત્યારે સત્ય તરફ માર્ગ અપનાવવો જોઈએ. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે દક્ષિણ ગુજરાતમાંથી જે તસવીર સામે આવી છે તે ઘણા સવાલો ઊભા કરે છે. ચૂંટણી વખતે ભીડ ભેગી કરતા નેતાઓને ચૂંટણી બાદ એક માસૂમ વિદ્યાર્થીનો સહારો લેવો પડે તે ચિત્ર જરાં વિચિત્ર લાગે છે. એવી એક ઘટના નર્મદા જિલ્લામાંથી સામે આવતા રાજકીય વિવાદ સર્જાયો છે.

Advertisement

વાત એમ છે કે, નર્મદા જિલ્લામાં ધો. 5 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મારો પ્રિય નેતા વિષય પર ડેડીયાપાળાનાં ધારાસભ્ય ચૈતર વસાવા પર નિબંધ લખ્યો હતો. જે વાત વર્ગખંડ સુધી તો સારી છે જો કે, વિદ્યાર્થીના મનની વાત આ પત્ર સ્વરૂૂપે ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચી તે સવાલ છે. આ પત્ર હાથમાં આવતા જ ચૈતર વસાવાએ વિદ્યાર્થીએ લખેલા શબ્દોને કોટ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે અને વધારાના શબ્દો જેકેટમાં એડ કર્યા છે, જેમાં લખાયું છે કે, ડેડીયાપાડાની જનતાનાં દિલમાં એક જ નામ ચૈતર વસાવા એક જ ચાલે ચૈતર વસાવા ચાલે.

સૌથી મોટી વાત તો એ છે કે ધો.5 નો જે વિદ્યાર્થી હિન્દીમાં નિબંધ લખે છે તેના પર ગુજરાતી ભાષામાં વધારાનાં શબ્દો ખુદનાં વખાણ માટે એડ થાય છે, જે દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં મળેલી હારનો બોજ ચૈતર વસાવા હજુ સુધી પચાવી નથી શક્યા સવાલ એ પણ થઈ રહ્યા છે કે એક વિદ્યાર્થીનાં લખાણવાળી ઉત્તરવહી આવી રીતે સોશિયલ મીડિયામાં કેવી રીતે ઉછાળી શકાય ? આખરે શાળાની સિક્રેટ ઉત્તરવહી ધારાસભ્ય સુધી શેર કેવી રીતે થઈ ? જો એક નિબંધ શેર થતો હોય તો એની શું ગેરંટી કે કાલે કોઈ પ્રશ્વપત્ર પણ લીક ના થાય ?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement