સરકારે ખાતરી બાદ સહાય ન આપતા રવિવારે હિરા ઉદ્યોગ બંધ
સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકાર એકતા રેલી કાઢશે, 50 વર્ષથી ઐતિહાસિક મંદીથી 17 લાખ રત્નકલાકારો બેકાર
સુરતમાં રત્નકલાકારોની હડતાળના બેનર લાગ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કતારગામ દરવાજા ફલાય ઓવર બ્રિજ નીચે રત્નકલાકારો ભેગા થશે. જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલ રત્નકલાકારો રેલી કાઢશે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માગી છે. રવિવારે સવારે 9.30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે.
ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. D.W.U.G 10 તારીખે સુરત કલેકટર ને આપ્યું હતું આવેદન પત્ર.છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમંત વેચાતા લેબગ્રોન ડાયમંડ જેવા હીરાના વેચાણમાં અધધ..ઘટાડો આવ્યો છે. કહી શકાય કે હાલમાં જોવા મળતી હીરા ઉદ્યોગની મંદી 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી છે. હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા.
હીરા ઉદ્યોગમાં મંદીના કારણે મોટા ઉદ્યોગપતિઓથી લઈને રત્નકલાકારોને મહામુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીની સૌથી વધુ અસર રત્નકલાકારો પર જોવા મળી રહી છે. મંદીના કારણે અનેક રત્નકલાકારોએ આત્મહત્યા કરી તો કેટલાક આર્થિક બોજાના કારણે લૂંટ અને ચોરી જેવી ગુનાહીત પ્રવૃત્તિ તરફ વળ્યા. તો ઉદ્યોગપતિઓ ધંધો છોડી બીજા કારબારોમાં જઈ રહ્યા છે.
હીરા ઉદ્યોગમાં બે વર્ષથી ચાલતી મંદીની ગંભીર અસર જોતા હીરા ઉદ્યોગના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. માર્ચ મહિનામા આરંભમાં હીરા ઉદ્યોગના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હીરા બજાર અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોની કફોડી સ્થિતિની વાસ્તવિક હકીકત રજૂ કરી. જેના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત આપવા તેમજ સહાયની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ મુલાકાત દરમિયાન પણ બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી. પરંતુ માર્ચ મહિનો પૂર્ણ થવા છતાં પણ સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં ના આવતા તેમજ કોઈ પણ પ્રકારની સહાયની જાહેરાત ના કરતાં રત્ન કલાકારોએ પણ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.