ધોળકિયા સ્કૂલ બસના ચાલકે ત્રણ બાઇક ઉલાળ્યા
કોલેજિયન છાત્ર સહિત બે ઘવાયા, મોરબી રોડ પરની ઘટના
મોરબી રોડ જકાતનાકા પાસે ન્યુ શકિત સોસાયટીમા રહેતા અને જે. જે. કુંડલીયા કોલેજમા બીએડમા અભ્યાસ કરતા અર્જુનસિંહ કનકસિંહ સોઢા નામનાં 24 વર્ષનાં યુવાને ધોળકીયા સ્કુલની બસ નં જીજે 04 એટી 9492 નંબરનાં ચાલક વિરુધ્ધ અકસ્માત અંગેની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી અર્જુનસિંહે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગઇકાલે સાંજનાં સમયે પોતાની કોલેજેથી ઘર તરફ જતા હતા . ત્યારે જુનાં મોરબી રોડ ધોળકીયા સ્કુલથી આગળ રઘુવીર પાન પાસે સ્પીડ બ્રેકર આવતા પોતે પોતાની બાઇકથી બ્રેક મારી હતી. ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલા બસનાં ચાલકે અકસ્માત સર્જી અર્જુનસિંહની બાઇકને ઠોકરે ચડાવી હતી . જેથી તેમને ડાબા પગે ઇજા થઇ હતી.
ત્યારબાદ વિજયભાઇ સરશીયાની બાઇકને પણ ઠોકર મારતા તેઓ નીચે પડી ગયા હતા . અને એમને પણ પગમા ઇજા થઇ હતી. અને અન્ય એક બાઇકનાં ચાલક દીલીપભાઇ મોલીયાને પણ ઠોકરે ચડાવતા તેઓ પણ નીચે પડી ગયા હતા . અકસ્માત સર્જાયા બાદ ત્યા લોકોએ એકઠા થઇ જતા બસનો ચાલક બસ રેઢી મુકી ભાગી ગયો હતો. તેમજ કોઇએ 108 મા કોલ કરતા વિજયભાઇ સરશીયા અને ફરીયાદી અર્જુનસિંહને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા આ અકસ્માતની ઘટનામા અર્જુનસિંહે બસનાં ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી આ અકસ્માતની ઘટનામા બી ડીવીઝન પોલીસ મથકનાં એએસઆઇ કે. વી. ગોહીલ તપાસ ચલાવી રહયા છે.