ધારી-અમરેલી, રાજકોટ બસ નિયમિત રીતે અનિયમિત ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત
આજરોજ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ મનીષાબા વાળા એ અમરેલી એસ.ટી બસ સ્ટેશનની સાઈટ વિઝીટ કરતા અમરેલી ડેપો માં રહેલા તમામ 13 પંખાઓ બપોરના બે કલાકે બંધ હતા હાલ ઠંડુ વાતાવરણ છે સવારે અથવા સાંજના સમયે બંધ રાખે તો તે ચલાવી લેવાય પરંતુ બફારો હોય અને બપોરના સમયે પંખાઓ બંધ હોય અને તે પણ તમામ પંખાઓ જ્યારે બંધ હાલતમાં હોય તો એ બેદરકારી અને લાપરવાહી છે જે પગલે મનીષાબા દ્વારા બસ સ્ટેન્ડ પર ફરિયાદ બુક માંગવામાં આવતા ટ્રાફિક કંટ્રોલરે જણાવ્યું કે તમારે ઓનલાઇન ફરિયાદ કરવી પડશે. ઓનલાઇન ફરિયાદ કરતા એસ.ટી.ના ડ્રાઇવર માંથી અધિકારી બનેલા અધિકારીઓને પણ ટપ્પા પડતા નથી જોકે ફરિયાદ બુક આપવી ટ્રાફિક કંટ્રોલરની અને કંડકટરની એ તેમની ફરજ માં આવે છે અને મુસાફરનો ફરિયાદ કરવાનો અધિકાર કોઈ છીનવી ન શકે ફરિયાદ બુક ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં હતી નહીં ડેપો મેનેજરો કી એન્ડ લોકમાં ફરિયાદ બુકો રાખતા હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં દ્વારકા એસ.ટી બસ સ્ટેશનમાં પણ મુસાફરોની અસુવિધા બદલ ફરિયાદ બુક આપવામા ઠાગાઠૈયા કરાયા હતા પરંતુ ગજેન્દ્રસિંહ ઝાલા એ વિભાગીય નિયામક જામનગર અને ડેપો મેનેજરને આ અંગે ઉગ્ર રજૂઆત કર્યા બાદ ઉચ્ચસ્તરીય લેખિતમાં રજૂઆતો કરી હતી. મનીષાબા વાળા એ આ અંગે ગુજરાત મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર સંપર્ક કરવામાં આવેલ. ધારી ડેપોની બસ નંબર GJ-18-Z 7758 બપોરના 3-00 અમરેલીથી ઉપાડવાનો સમય હોવા છતાં બપોરના 4-27 કલાકે ઉપડી હતી અને આ બસ કાયમ માટે લેટ ઉપાડવામાં આવતી હોવાનું જાણવા મળે છે અને જે પગલે રિઝર્વેશન મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મનીષાબા વાળા એક લેડી હોવા છતાં લડાયક અને આક્રમક રજુઆતથી તંત્રને ઘુંટણીએ પાડી દીધું હતું અને ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એ આ અંગે ડેપો મેનેજર અને વિભાગીય નિયામકને ટેલીફોનિક રજૂઆત કરી બીજી વખત આ પ્રકારની કાંઈ પણ ફરિયાદ ન આવે તે પ્રકારની તકેદારી રાખવા ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી.
મનીષાબાએ ગણતરીની મિનિટોમાં તમામ પંખાઓ શરૂૂ કરાવ્યા, અને ફરિયાદ બુક અપાશે એવી અને જે બસ મોડી આવે છે તે તમામ પ્રશ્નો તાત્કાલિક ઉકેલ લાવવા ડેપો મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.