ધારેશ્ર્વર સોસાયટીની પરિણીતાને બીજા લગ્ન પણ ન ફળ્યા; પતિનો ત્રાસ, ભાભી સાથે અફેર
શહેરનાં ઢેબર રોડ પર ધારેશ્ર્વર સોસાયટીમા રહેતી પરણીતાને પતિ અને જેઠ - જેઠાણીનાં ત્રાસથી કંટાળી ફીનાઇલની ગોળી પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી છે.
આ મામલે ત્રાસ અંગેની ભકિતનગર પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ મામલે ધારેશ્ર્વર સોસાયટીમા રહેતા અલ્પાબેન જગદીશભાઇ રાવલ (ઉ.વ. 36) એ પોતાની ફરીયાદમા પતિ જગદીશભાઇ મનસુખભાઇ રાવલ, જેઠ મહેશ મનસુખભાઇ, જીતુ મનસુખભાઇ અને જેઠાણી ગીતાબેન જીતુભાઇ રાવલ એમ બધાનુ નામ આપતા તમામની સામે ત્રાસ અંગેની ફરીયાદ નોંધવામા આવી છે.
અલ્પાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનાં પતિ જગદીશભાઇ એસટી વિભાગમા નોકરી કરે છે. અલ્પાબેનનાં આ બીજા લગ્ન છે અને તેમનાં પતિનાં આ ત્રીજા લગ્ન છે.
અલ્પાબેનને આગલા ઘરની 3 વર્ષની દિકરી છે. તેમજ તેમનાં લગ્ન જગદીશ સાથે 3 મહીના પહેલા રાજીખુશીથી થયા હતા. તેમજ સાસુ સસરા હયાત નથી. ગઇ તા 11 નાં રોજ રાત્રીનાં દસેક વાગ્યે સાસુની તીથીનુ આયોજન કરતા હતા એ સમયે આ તીથી જેઠ મહેશભાઇનાં ઘરે રાખવાની હતી જેથી બંને જેઠ તેઓનાં ઘરે પહોંચ્યા હતા.
આ લોકોએ અલ્પાબેનને તમારે તીથીમા આવવાનુ નથી તેમ કહી માથાકુટ કરી હતી. તેમજ પતિ જગદીશને તેનાં ભાઇ જીતુનાં પત્ની ગીતા સાથે અફેર હોય જે બાબતે અગાઉ પણ પતિ સાથે આ બાબતે બોલાચાલી થઇ હતી. આ જેઠ જીતુભાઇને પણ આ બાબતની ખબર છે. જેથી આ ચારેય અલ્પાબેનને કહેતા હતા કે તારા બનેવી પરેશ સાથે તારે અફેર છે. જેથી કંટાળી ગયેલા અલ્પાબેને ફીનાઇલની ગોળીઓ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જયારે બીજી ઘટનામા આનંદનગર કોલોનીનાં કવાર્ટરમા રહેતા પન્નાબેન અજયભાઇ ડોડીયા (ઉ.વ. 37) ને તેમના પતિ અજયભાઇ હરગોવિંદભાઇ પંડયા લગ્ન જીવન દરમ્યાન શારીરીક - માનસીક ત્રાસ આપી અને કયારેક કયારેક મારકુટ કરતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.