બોર્ડ ઓફ ટ્રેડની મીટિંગમા સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા ધારાભ્ય ટીલાળા
ભારતના વ્યાપાર જગતને ઊંચાઈ પર લઈ જવા તેમજ વિદેશ વ્યાપારનીતિ સબંધીત નિતીગત વિષયો પર સરકાર સાથે ચર્ચા વિમર્શ કરવા માટે બોર્ડ ઓફ ટ્રેડની રચના કરવામાં આવી હતી.આ બોર્ડ ઓફ ટ્રેડની તા. 25/11/2025 ના રોજ વાણિજ્યભવન ન્યુ દિલ્લી ખાતે કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોએલના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી, જેમાં સૌરાષ્ટ્રના ઉધ્યોગનું પ્રતિનિધિત્વ રાજકોટના ઉદ્યોગપતિ તેમજ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કર્યું.
બોર્ડ ઓફ ટ્રેડની મિટિંગમાં રાષ્ટ્રીય ઉદ્યોગનીતિ, વિવિધ ભારતીય પ્રોડક્ટની નિકાસ સામે MSMEને ઇન્ટેન્સિવ આપવા બાબત, આંતરરાજ્ય ઉદ્યોગનું સુવ્યવસ્થિત માળખું, ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અને સૌરાષ્ટ્રને ઓધ્યોગીક વેગ આપવા રાજકોટ ખાતે કનવેશન સેન્ટર બનાવવા ચર્ચા કરવામાં આવી.બોર્ડ ઓફ ટ્રેડની મીટિંગમાં કેન્દ્રિય રાજ્યકક્ષાના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી જતીન પ્રસાદ, ગુજરાત રાજ કક્ષાના નાણાંમંત્રી કમલેશભાઈ પટેલ, વિવિધ રાજયોના નાણા મંત્રી તેમજ ઉદ્યોગમંત્રીઓ, કેન્દ્રિય અને વિવિધ રાજયોના સચિવો અને ઉદ્યોગજગતનું પ્રતિનિધિત્વ કરતાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.