DGP વિકાસ સહાયને મળ્યું 3 મહિનાનું એક્સટેન્શન, સપ્ટેમ્બરમાં રિટાયર્ડ થશે
10:17 AM Jul 01, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય આજે નિવૃત થવાના હતા. આજે તેમનો કાર્યકાળનો અંતિમ દિવસ હતો ત્યારે સરકાર તરફથી એક્સટેંશન આપવાનો નિર્ણય કરાતા નવા ડીજીપી કોણ એની ચર્ચા પર હાલ તો ત્રણ મહિના સુધી પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા હવે 30 સપ્ટેમ્બરે નિવૃત થશે.
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. વિકાસ સહાયે DGP તરીકે આશિષ ભાટિયા રિટાયર્ડ થયા બાદ ચાર્જ સંભાળ્યો હતો. વય મર્યાદાને કારણે વિકાસ સહાય નિવૃત થવાના હતા પણ હવે રાજ્ય સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે.
Next Article
Advertisement