For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડા

05:08 PM Dec 13, 2024 IST | Bhumika
રાજકોટ ગોંડલ જામનગર સહિત 25 સ્થળે dggiના દરોડા
Advertisement

આશાપુરા બાદ પાર્થ ઇમ્પેક્સ પણ ઝપટે, હાઇસ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલ આયાત કરવાનું કરોડોનું કૌભાંડ

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સએ અમદાવાદમાં ભંગારના ડીલરો અને જામનગર અને રાજકોટમાં તેલના વ્યવસાયો પર દરોડા પાડ્યા હતા અને ₹200 કરોડની કર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. ડીજીજીઆઇએ આ વ્યવસાયોના 25 થી વધુ સ્થાનો પર દરોડા પાડ્યા હતા અને તેની તપાસ હજુ પણ ચાલુ હોય કૌભાંડની કુલ રકમ વધવાની ધારણા છે.અમદાવાદના ઓઢવમાં અંશિત એન્ટરપ્રાઈઝના માલિકે તેમના નામે નવ અને તેમની પત્નીના નામે પાંચ કંપનીઓ રજિસ્ટર્ડ કરી છે.

Advertisement

દરોડામાં આ કંપનીઓ પાસેથી ટેક્સ કૌભાંડ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. ડીજીજીઆઇએ હવે ઓઢવમાં તેનો કારોબાર ચલાવતા અશિન્ત એન્ટરપ્રાઇઝ સાથે સંકળાયેલા વેપારીઓની તપાસ શરૂૂ કરી છે. હવે ગોંડલના ઇમ્પેક્ષનું નામ પણ સામે આવતા તેમાં દરોડો પાડવામાં આવ્યો હતો.આ ઉપરાંત જામનગરમાં અન્ય ડીલરો અને વિતરકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથના માલિકો બેઝ ઓઇલની આયાત કરે છે અને તેને ઔદ્યોગિક ઉપયોગ માટે વેચે છે.

આયાત દરમિયાન, તેઓએ તેને હાઇ-સ્પીડ ડીઝલ તરીકે જાહેર કરી, કરોડો રૂૂપિયાની કર છેતરપિંડી કરી.અમદાવાદ અને રાજકોટમાં સ્ક્રેપ ડીલરો અને બેઝ ઓઇલના વેપારીઓ પર દરોડા દરમિયાન, મોટી માત્રામાં બોગસ ખરીદી અને વેચાણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ખોટી રીતે દાવો કરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રારંભિક તારણોમાં ₹200 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવ્યું છે.ડીજીજીઆઇ અધિકારીઓએ રાજકોટ અને જામનગરમાં બેઝ ઓઈલ ટ્રેડર્સની ઓફિસો, વેરહાઉસ અને વિતરકો પર પણ દરોડા પાડ્યા હતા. અગાઉ રાજકોટના ગોંડલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની માલિકીની આશાપુરા એન્ટરપ્રાઈઝ પર ડીજીજીઆઇ અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement