સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયા
શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને બિલ્વ પત્ર અને પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવેલ
સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણના ત્રીજા સોમવારે લોકોનો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા રવિવાર અને રવિવાર ની આખી રાત્રી દરમ્યાન સતત ગ્રામ વિસ્તારો અને શહેરી લોકો સતત સોમનાથ મંદિર દર્શને પધારી રહ્યા હતા.
તેમજ એસ ટી, રેલ્વે અને પોતાના પ્રાયવેટ વાહનો દ્વારા પણ આવી રહેલા રાત્રી ના જ લોકો નો ખુબજ ધસારો હતો અને મંદિર વહેલી સવારે ખુલતા ની સાથે દોઢ થી બે કિલોમીટર ની દર્શન માટે લાઈનો લાગી હતી અને ભોલેનાથ ના જયઘોષ બોલાવેલ સોમનાથ મંદિરે વહેલી સવારથી વિવિધ પુંજા અર્ચના કરવામાં આવેલ અને વહેલી સવારે સોમનાથ મહાદેવ ને પ્રથમ શ્રૃંગાર બિલ્વ પત્ર અને પુષ્પો નો કરવામાં આવેલ 8,30 કલાકે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવેલ જે મંદિર પરિસરમાં મહાદેવ નગર ચર્ચા એ નિકળલ જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
મંદિર માં લોકો ના ધસારા ને ધ્યાને લઇ અને એસ પી મનોહર સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો એસ આર પી, જી આર ડી, સોમનાથ ટ્રસ્ટ ની સેકયુરીટી સહિત ના જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.
સોમનાથ મા ધસારા ને કારણે સ્વસ્થતા માટે નગરપાલિકા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સતત સફાઈ કરવામાં આવેલ છે યાત્રિકો માટે ફરાળ ની પણ સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે જેનો હજારો ભક્તો લીધેલ હતો.