યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું
આજે સમગ્ર રાજ્ય ભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં સંત જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂૂ મહત્વ હોય છે,ગુરુ પૂર્ણિમાને દિવસે જલાબાપાના ગુરુ ભોજલરામ બાપાની સમાધીનું પૂજન કરવામાં જલાબાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા તેમજ જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે જેમને લઈને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા જલારામ બાપાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
ખાસ કરીને સુરત, બારડોલી, નવસારી, અમદાવાદ સહિતના વિસ્તારો માંથી ભક્તો જલારામ બાપાના તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધીએ શીશ જુકાવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો આજે ખાસ કરીને ગુરૂૂવાર અને ગુરુપૂર્ણિમા હોવાથી ભક્તોમાં તેમનું અનેરું મહત્વ હોય ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ આપવામાં આવે છે.