For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું

04:38 PM Sep 22, 2025 IST | Bhumika
કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું

પ્રથમ નોરતે ધ્વજારોહણ, યજ્ઞ અને ધર્મસભા યોજાઇ: મા ખોડલનાં જય જયકાર સાથે હજારો ભાવિકો પદયાત્રામાં જોડાયા

Advertisement

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે 22 સપ્ટેમ્બરના રોજ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના આગેવાનીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો. સાથે જ પદયાત્રા પૂર્ણ થયે ખોડલધામ મંદિર પરિસરમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. કાગવડ ગામે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા ખોડલની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામથી 9 વાગ્યે પદયાત્રાની શરૂૂઆત થઈ હતી. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

Advertisement

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રા પૂર્ણ થયા બાદ વિશાળ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સભામાં ખોડલધામ જિલ્લા સમિતિ- અમરેલી દ્વારા નરેશભાઈ પટેલને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા. સાથે જ આ પ્રસંગે ઉપસ્થિત સર્વે રાજકીય-સામાજિક આગેવાનોનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સન્માન કરાયું હતું.

ધર્મસભામાં નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં સૌને નવલા નોરતાની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે માતૃશક્તિનો આ પર્વ આજથી શરૂૂ થઈ રહ્યો છે ત્યારે ખોડલધામના સંગઠન અને એકતામાં મહિલાઓનો ફાળો સૌથી વધુ છે. માતાઓ ખોડલધામના કોઈપણ કાર્યક્રમમાં હંમેશા ખડેપગે હોય છે. ત્યારે માતાઓના આવા જ આશીર્વાદ હંમેશા વરસતા રહે તેવી આજના આ પાવન દિવસે પ્રાર્થના. આ ઉપરાંત નરેશભાઈ પટેલે એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 જાન્યુઆરી 2027ના રોજ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2027ના રોજ ખોડલધામ મંદિરે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.

જેમાં 1008 કુંડી યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.આ પ્રસંગે જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, આજે આપણે સૌ પદયાત્રામાં જોડાયા છીએ ત્યારે માં ખોડલના આદેશ વિના એકઠું થવું એ શક્ય નથી. સૌ સાથે મળી સમાજ ઉત્થાનનું કામ કરીએ અને સમાજનું સ્વપ્ન પૂરું કરવા સાથે મળીને કામ કરીએ.આ ધર્મસભામાં ઉપસ્થિત ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આ વિશ્વમાં સૌથી મોટી શક્તિ હોય તો માતાજીની ભક્તિ છે અને ત્યારપછી સમાજની એકતાની શક્તિ છે.

આ બંને શક્તિને નરેશભાઈ પટેલે ઓળખી છે અને ઘણાને પ્રેરણા મળી છે. ખોડલધામનું સંગઠન હરહંમેશ કોઈપણ આપત્તિમાં લોકોની પડખે રહીને કામ કરે છે. ધારાસભ્ય મહેશભાઈ કશવાલાએ જણાવ્યું હતું કે, સમાજની એકતાનો પેઢીઓ દર પેઢીઓનો વિચાર નરેશભાઈ પટેલે ખોડલધામનું નિર્માણ કરીને મૂર્તિમંત કર્યો છે. આ આપણા સમાજની શક્તિ છે. ત્યારે આ ભાવ હંમેશા જાળવી રાખીએ. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ખોડલધામના સંગઠનના માધ્યમથી આપણે સમાજના દરેક વ્યક્તિને મદદરૂૂપ થઈએ. આગામી દિવસોમાં આ સંગઠન થકી ઘણા કાર્યો આપણે પૂરા કરવાના છીએ.

આ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, રાજકીય-સામાજિક આગેવાનો, ખોડલધામના ઝોન, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય ક્ધવીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ યુવા સમિતિ, ખોડલધામ મીડિયા સમિતિ, ખોડલધામ લિગલ સમિતિ, ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમના સભ્યો, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.પદયાત્રામાં જોડાયેલા ભાવિકો માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભોજન પ્રસાદ અને ફરાળની વ્યવસ્થા કરાઈ હતી.

પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી અને ઠંડા પીણા સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને શણગારી દેવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement