ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂર

11:57 AM Sep 23, 2025 IST | Bhumika
Advertisement

અંબાજી, પાવાગઢ, ચોટીલા, જૂનાગઢ વાઘેશ્ર્વરી મંદિર સહિતના સ્થાનકોએ સવારથી કતારો

Advertisement

શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ પાવન પર્વને લઈ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠો અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અંબાજી, પાવાગઢ, ખેડબ્રહ્મા, અમદાવાદનું ભદ્રકાળી મંદિર અને જૂનાગઢના વાઘેશ્વરી મંદિર જેવા સ્થળોએ વહેલી સવારથી જ માઈ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંબાજી મંદિરમાં ભક્તો દર્શન કરવા ઉપરાંત અખંડ જ્યોત પોતાના ઘરે લઈ જઈને ઘટસ્થાપન કરી રહ્યા છે.
પાવાગઢમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિરના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

ખેડબ્રહ્મામાં અંબિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દસ દિવસ સુધી ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ અને જૂનાગઢના પ્રાચીન મંદિરોમાં પણ વિશેષ પૂજા-અર્ચના થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડઆજથી અંબાજીમાં શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ પાવન પર્વના પ્રથમ દિવસે જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આદ્યશક્તિ મા અંબેના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી છે. ભક્તોએ ‘જય અંબે’ના નાદ સાથે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યું છે, જેનો નજારો મનમોહક છે. આ તકે કેટલાક ભક્તો મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના ઘરે લઈ ગયા હતા, જેનું ઘરે સ્થાપન કરીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ જ્યોત નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરીથી માતાજીની જ્યોતમાં વિલિન કરી દેવામાં આવે છે. પ્રથમ નોરતાના આ શુભ દિવસે મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી રહી છે.

ચોટીલા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચામુંડા માતાજીના મંદિર ચોટીલાનું અનોખો મહિમા અને પરંપરા છે ત્યારે નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો પરિવાર સાથે આવે છે અને માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા ભોજનાલય ખાતે કરવામાં આવી છે.અમદાવાદમાં માધુપુરા અંબાજી મંદિરે ભક્તોની લાંબી કતારઅમદાવાદના માધુપુરામાં આવેલા 200 વર્ષથી પણ વધુ જૂના અંબાજી મંદિરે શારદીય નવરાત્રિના પ્રારંભ સાથે જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા અંબા અહીં વિવિધ સ્વરૂૂપોમાં દર્શન આપશે. જય અંબેના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા આ પૌરાણિક મંદિરમાં જોવા મળી રહી છે.

પાવાગઢમાં માતાજીના દર્શનાર્થે ઉમટ્યા ભક્તોસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે માઈ ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારે આરતીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણમા પ્રથમ નોરતે માઈ ભક્તોએ આરતીના દર્શન કર્યા છે.પાવાગઢ ડુંગર પર નવરાત્રી દરમિયાન મંદીરના સમયમા ખાસ ફેરફાર કરાયો છે. ભક્તો માટે મહાકાલી માતાજીના દર્શનના સમયમા વધારો કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવરાત્રી દરમિયાન ભક્તો નિજ મંદીર જઈ દર્શનનો લાભ લઇ શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષિત યાત્રા કરી શકે એ માટે ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

જુનાગઢના પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી માઇ ભક્તોની ભીડ જોવા મળી હતી. વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર 700થી વધુ વર્ષ જૂનું છે. આસો સુદ એકમથી આઠમ સુધી માતાજીના મંદિરે માઈ ભક્તોની ભીડ જામે છે. હવન અષ્ટમીના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે. નવરાત્રીમાં દિવસભરમાં માતાજીની ત્રણ આરતી કરવામાં આવે છે.

Tags :
Chotilagujaratgujarat newsNAVRATRInavratri 2025PavagadhShakti Peethas
Advertisement
Next Article
Advertisement