For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ભદ્રકાળી માતાના ભકતે 1 કિલોથી વધુ સોનાનો મુગટ અર્પણ કર્યો

04:01 PM Dec 02, 2025 IST | Bhumika
અમદાવાદમાં ભદ્રકાળી માતાના ભકતે 1 કિલોથી વધુ સોનાનો મુગટ અર્પણ કર્યો

ચૌહાણ પરિવાર 25 વર્ષથી નિયમિત દર્શને આવે છે

Advertisement

અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીને આજે ભકતિભાવથી સજ્જ એક અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે. શહેરના ચૌહાણ પરિવાર તરફથી એક કિલોથી વધુ વજન ધરાવતો સોનાનો મુગટ માતાજીને ચઢાવવામાં આવ્યો છે.

આ ભવ્ય મુગટ બનાવવામાં પરિવારને લગભગ બે મહિના જેટલો સમય લાગ્યો હતો. સૂક્ષ્મ કારીગીરી અને અનોખા ડિઝાઈનથી તૈયાર કરાયેલ આ સોનાનો મુકુટ માતાની પ્રતિમાને વધુ તેજસ્વી બનાવે છે.છેલ્લા 25 વર્ષથી પરિવાર માતા ભદ્રકાળીના દર્શન કરવા આવીએ છીએ.

Advertisement

માતાની કૃપાથી જ આ સેવા કરવાનો અવસર મળ્યો છે. ભદ્રકાળી માતાને સોનાનો મુગટ ભેટ આપનાર ચૌહાણ પરિવારને અત્યારથી નહીં પરંતુ 25 વર્ષથી આસ્થા છે. માતાને દરરોજ દર્શન કરવા ત્રણ દરવાજા પાસે આવેલા ભદ્રકાળી મંદિરે આવે છે. માતાજીને સોનાનો મુગટ આપીને ચૌહાણ પરિવારે ધન્યતા વ્યક્ત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement