દિવાળી પર્વે 418 કરોડના વિકાસના કામોની શહેરીજનોને ભેટ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 82 દરખાસ્તના ખર્ચને સર્વાનુમતે બહાલી
ઝૂ પાસે ફૂડ ઝોન બનાવવા રી-ટેન્ડર, રણછોડ નગરની શાળા ટ્રસ્ટને સોંપવામાં ગડમથલ સર્જાઇ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠમાં કમિશનર વિભાગમાં રજૂ થયેલ 84 દરખાસ્ત પૈકી 82 મંજૂર કરી રૂા.418 કરોડના વિકાસ કામોનું શહેરીજનોને દિવાળી ભેટ આપી હતી. દરખાસ્ત પૈકી ઝૂ પાસે ફૂડ ઝોન બનાવવા માટે ટેન્ડરમાં ઓછા આવતા રી-ટેન્ડર કરવાની સૂચના આપેલ જ્યારે રણછોડ નગર શેરી નં.10મા આવેલ માધ્યમીક શાળાનું મકાન સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સામજ ટ્રસ્ટને લીઝ ઉપર આપવાની દરખાસ્ત કોઇ પણ કારણોસર અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી બાકીની તમામ દરખાસ્તના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્ત પૈકી કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીના રીંગરોડ-2ના રૂા.31 કરોડના ફેઇઝ-3ના ખર્ચેને મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે કણકોટ રોડ ઉપર કોમ્યુનિટી હોલ અને વાવડીના નવા ફાયર સ્ટેશનને પણ મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 84 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી જામનગર રોડથી શરૂ થયેલ રીંગરોડ-2 ફેઇઝ3નું કામ આગળ ધપાવવામા આવશે. કાલાવડ રોડ પર આવેલા કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનો રીંગરોડ-2 ફોરલેન બનાવવાની માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂા.31 કરોડના ખર્ચે ફેઇઝ-3નું કામ પૂરુ કરવામાં આવશે. જેની દરખાસ્ત મંજૂર થતા ટૂંક સમયમાં કામ શરૂ કરાશે તેવી જ રીતે મનપાના કર્મચારીઓને તબીબી આર્થિક સહાય સહિતની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવેલ.
મેલેરીયા વિભાગના મશીન રીપેરીંગ તથા ઝૂ ખાતે પાણીઓને લીલો ચારો સપ્લાય કરવા તથા અલગ-અલગ વોર્ડમાં ભૂગર્ભ ગટરનું કામ તેમજ પેવીંગ બ્લોક અને મનપામાં નવા ભળેલા મુજંકામાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી તેમજ વોટર ઓપરેશન, ફિલ્ટર પ્લાન્ટ, મેનટનેશ અને પાર્ટટાઇમ સફાઇ કામ કરવા તેમજ રેસકોર્ષ ખાતે યોજાનાર કાર્નિવલના ડેકોરેટીવ માટે ક્ધસલટન્ટની નિમણુક સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
