દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈલેન્ડ ટુરિઝમની વિપુલ સંભાવના
દેશભરમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દેવભૂમિ જિલ્લામાં દરિયા કિનારા સાથે સંકળાયેલા વિવિધ નાના મોટા ટાપુઓમાં પર્યટનની વિપુલ સંભાવના રહેલી હોય રાજ્ય સરકાર એક મહાત્વાકાક્ષી આઈલેન્ડ ટુરીઝમ વિકાસ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી રહયુ છે. આ યોજનાનો હેતુ ટાપુઓના કુદરતી સૌંદર્ય અને દરિયાઈ જીવસૃષ્ટિને જાળવી રાખી ઉચ્ચસ્તરનું ઈકો - ફ્રેન્ડલી ટુરીઝમ વિકસાવવાનો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ 24 ટાપુઓ પૈકી હાલ બે ટાપુઓ પર જ માનવ વસાહત છે જયારે અન્ય 22 પૈકી 21 નિર્જન ટાપુઓ પર મુલાકાતીઓએ જે-તે ક્ષેત્રના પ્રાંત અધિકારી પાસે અગાઉથી મંજૂરી લેવી પડે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો આંતરરાષ્ટ્રીય જળસીમા અને પાકીસ્તાની જળસીમાથી ખૂબ નજીક આવેલ હોય અતિસંવેદનશીલ ગણાય છે ત્યારે આ ક્ષેત્રમાં રહેલ ટાપુ વિસ્તારમાં ડેવલોપમેન્ટ પોજેકટ્સ લાવવામાં આવ્યે ભવિષ્યમાં આ વિસ્તારોમાં ટુરીસ્ટ ફલો વધતાં પ્રવાસન ઉદ્યોગ ધમધમતો થઈ શકે તેમજ હોય સમગ્ર ટાપુ વિસ્તારોમાં આઈલેન્ડ ટુરીઝમ ડેવલોપ થઈ શકે તેવા ઉજળા સંજોગો છે. થોડા સમય પૂર્વે સરકાર દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર ટુરીઝમના વિકાસ માટે રસ દાખવેલ હોય હાલ મામલો વિચારાધીન છે.
આવનારા સમયમાં આઈલેન્ડ ટુરીઝમની દિશામાં પ્રગતિ થયે આઈલેન્ડ પર ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકિટવિટી ઊભી કરવા ટાપુઓ સુધી પહોંચવા આધુનિક અને સુરક્ષિત બોટ સેવા, ટાપુઓની નાજુક ઈકોલોજીને નુકસાન ન થાય તે રીતે ટેન્ટ સીટી, ઈકો-રિસોર્ટ્સ, હોમ સ્ટે જેવી ઈકો ફ્રેન્ડલી સુવિધાઓ, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સ્નોર્કેલીંગ, બોટીંગ અને અન્ય દરિયાઈ રમતોનો વિકાસ તેમજ આઈલેન્ડની ઈકો-સીસ્ટમ બચાવવા ટાપુઓ પર કડક પ્લાસ્ટીક પ્રતિબંધ અને વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ વિકસાવી સમગ્ર આઈલેન્ડ ક્ષેત્રમાં કોસ્ટલ ટુરીઝમનો વિકાસ થઈ શકે તેમ છે. કોસ્ટલ ટુરીઝમ અને આઈલેન્ડ ટુરીઝમના વિકાસ સાથે સ્થાનીય લોકોને રોજગારી ઊભી થશે તો બીજી તરફ દરિયાઈ સંશાધનોનું પણ જતન થઈ શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ટાપુઓ પર કોસ્ટલ ટુરીઝમ અને આઈલેન્ડ ટુરીઝમનો વિકાસ થયે રાજ્ય તથા જિલ્લાના ધાર્મિક પર્યટન સ્થળો સાથે પ્રકૃતિ પ્રેમીઓ તથા દરીયાઈ જીવસૃષ્ટિઓ તેમજ દરિયાઈ વિસ્તારોની મોજ માણતાં સહેલાણીઓ માટે અલાયદુ ટુરીઝમ ડેસ્ટીનેશન બને તેવા ઉજળા સંજોગો છે.