રૂપાલી પાર્લરમાંથી અખાદ્ય બેકરી આઈટમ-નમકીનના જથ્થાનો નાશ
ફૂડ વિભાગે ખાણીપીણીના 42 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી, 21ને નોટિસ આપી પાંચ નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ચેકીંગ ડ્રાઈવ યોજી રૂપાલી પાર્લરમાંથી ફ્રિઝમાં સંગ્રહ કરેલ વાસી નમકીનના પેકેટ બેકરી પ્રોડક્ટ સહિતનો 16 કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરી પેઢીને હાઈઝેનીક કંડીશન અને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપી હતી. તેમજ અન્ય ખાણી-પીણીના 42 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 21ને લાયસન્સ અંગે નોટીસ આપી શંકાસ્પદ અખાદ્ય પદાર્થની સ્થળ ઉપર ચકાસણી કરી પાંચ સ્થળેથી દૂધ, માવો, પનિર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પંચવટી ટાવર, અતિથિ ચોક, પંચવટી પાસે, રાજકોટ મુકામે આવેલ રૂપાલી પાર્લર પેઢીની તપાસ કરતા પેઢીના ફ્રિઝમાં સંગ્રહ કરેલ તથા ડિસ્પ્લેમાં વેચાણમાં રાખેલ વિવિધ નમકીનના પેકેટ, કોલ્ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટસ, ફરસાણ, આઇસક્રીમ વગેરે જેવી પેક્ડ ખાદ્યચીજો લાંબા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગયેલ માલૂમ પડેલ. તમામ એક્સપાયરી થયેલ ખાદ્યચીજો મળીને અંદાજિત કુલ -16 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન મિક્સ દૂધ સ્થળ- નાગબાઈ ડેરી ફાર્મ, સેટેલાઈટ ચોક મેઇન રોડ, ઉત્સવ સોસાયટી, નવા મોરબી રોડ, ગાયનું દૂધ સ્થળ- શ્રી ન્યુ કૈલાશ ડેરી ફાર્મ, લક્ષ્મીનગર મેઇન રોડ, નાના મવા રોડ, મીઠો માવો સ્થળ- વિશાલ ડેરી ફાર્મ, મંગળા મેઇન રોડ, રાજયોગ એપાર્ટમેન્ટ, પનીર સ્થળ- ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્તિનગર સર્કલ, કાળા અડદ (500 ગ્રામ પેકેટ) સ્થળ- ડી-માર્ટ સ્ટોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ સહિત પાંચ સ્થળેથી નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.