ઓમ રેસ્ટોરન્ટ, ભવાની બેકરીમાંથી 51 કિલો પાંઉ, ચટણીનો નાશ
દાળ, સબ્જી, ચટણી સહિતના ખાદ્ય પદાર્થ બનાવવા ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવા ફૂડ વિભાગની સૂચના
ફૂડ વિભાગ દ્વારા આજરોજ ચેકિંગ દરમિયાન હૂડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ અંબા ભવાની બેકરીની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ ન દર્શાવેલ વાસી અખાદ્ય પાઉં 15 કિ.ગ્રા. તથા વાસી અખાદ્ય લીલી ચટણી 18 કિ.ગ્રા. મળીને કુલ 33 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ અને રોગચાળાની પરિસ્થિતીને ધ્યાને લઈ રેસ્ટોરેન્ટ/ સંસ્થાની કેન્ટીન, ઇટરીઝ તથા હોકર્સ દ્વારા ઉત્પાદન કરી અને વેચાણ થતી ખાદ્યચીજો જેવી કે ચટણી, સબ્જી, દાળ જેવા પ્રિપેર્ડ ફૂડમાં વપરાશમાં લેવામાં આવતા પાણીને ઉકાળીને જ ખાદ્યચીજની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે તેની તાકીદ કરવામાં આવી છે.
ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન પટેલ ચોક, 80 ફૂટ રોડ, શ્રીજી હાઇટ્સ પાસે, રાજકોટ મુકામે આવેલ ઓમ રેસ્ટોરેન્ટની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ અખાદ્ય મસાલા, પ્રિપેર્ડ ફૂડ તથા એક્સપાયરી ડેટ વીતેલ બેકરી પ્રોડકટ્સ વગેરે નો કુલ મળી 18 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ચુનારાવાડ ચોક તરફના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(01)ખોડિયાર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)બાલાજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ચામુંડા દાળપકવાન - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)માટેલ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રાજ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શિવ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જોકર આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)સાગર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)જય માતાજી છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)મિસ્ટર શેફ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)રામનાથ પ્રોવિઝન સ્ટોર (13)ખોડિયાર ભજીયા (14)પ્રતીક બેકરી (15)જય ખોડિયાર મસાલા ભંડાર (16)ક્રિષ્ના દાળ પકવાન ફળા; ઘૂઘરા (17)મહાદેવ ડેરી ફાર્મ (18)ગજાનંદ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ અને ફૂડ લાઇસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
પનીર અને રબડીના સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે નમૂનાની કામગીરી દરમ્યાન (1) પનીર (લૂઝ): સ્થળ- ધ ઓમ રેસ્ટોરેન્ટ એન્ડ પાર્ટી લોન્જ, પટેલ ચોક, શ્રીજી હાઇટ્સ પાસે, મારુતિ ડેકોર પાસે, અંબિકા ટાઉનશીપ, 80 ફૂટ રિંગ રોડ, મવડી, રાજકોટ. (2) રબડી ધેવર (મીઠાઇ- લુઝ): સ્થળ- રાજસ્થાની જોધપુર સ્વીટ એન્ડ નમકીન, ડી-માર્ટ સામે, કુવાડવા રોડ, રાજકોટ ખાતે લઇ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.