40 લાખના 1.56 કરોડ ચૂકવ્યા છતા જમીન પચાવી પાડવા કારસો
જેતપુરના જેતલસર ના વતની અને હાલ અમદાવાદના આંબાવાડી માં રહેતા કારખાનેદારે ધંધો શરૂૂ કરવા વ્યાજે લીધેલા 40 લાખ સામે વ્યાજ સહીત રૂૂ.1.56 કરોડ જેટલી રકમ ચૂકવી દીધા છતાં જેતપુર અને રૂૂપાવટીના વ્યાજખોર શખ્સોએ કીમતી જમીન પચાવી પાડવાનો કારસો રચી કારખાનેદાર અને તેના પિતાને ધમકી આપતા આ મામલે જેતપુર તાલુકા પોલીસમાં 6 વ્યાજખોર અને ઉઘરાણી માટે હવાલો રખાનાર હવાલેદાર સામે ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ અમદાવાદના આંબાવાડીમાં આઝાદ સોસાયટી પાસે બીમાનગર માં રહેતા મૂળ જેતપુર ના જેતલસરના વતની વિકેશભાઈ પરસોત્તમ ભાઈ ભુવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૂૂપાવટીના મગન ચોવટિયા,જેતપુરના નીલેશ દામજી ટીલાળા,ભાવેશ દામજી ટીલાળા, કેશોદના રામ લખમણ કેશવાલા, મશરી દેવશી બારિયા,મહેશ જોશી, યશ મશરીભાઈ બારિયાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ વિકેશભાઈના પિતા પરસોતમભાઇ પ્રેમજીભાઇ ભુવાના નામે જેતલસર ગામે ખેતીની જમીન આવેલ હોય વિકેશને સને-2 0152015માં ધંધા માટે રૂૂપીયા 40 લાખની જરૂૂરીયાત ઉભી થયેલ. જેથી આ વાત રૂૂપાવટીના જમીનની લે-વેચની દલાલી કરતા મગનભાઇ ચોવટીયાને જમીન વેચાણની કરી હતી. જેથી મગનભાઇ ચોવટીયાએ તમારી જમીનની પાસે બાયપાસ રોડ નીકળે છે જેથી તેના ભાવ વધશે જેથી તમને હું શરાફી વ્યાજે રૂૂપીયા અપાવી દઇશ, પરંતુ તમારે તમારી જમીનનો જામીનગીરી પેંટે દસ્તાવેજ કરી આપવો પડશે અને તમો જે રૂૂપીયા લો તેનું વ્યાજ તમારે દર મહીને ભરવાનું રહેશે અને તમારી જમીનનો દસ્તાવેજ થઇ ગયા બાદ પણ જમીનનો કબજો તમારી પાસે રહેશે અને તમો ખેતી કરી શકશો તેમજ તમો મુળ રકમ તથા વ્યાજ પરત કરશો એટલે તમોને પાછો દસ્તાવેજ કરી આપશે તેમ વાત કરેલ.તે પછી મગનભાઈ ચોવટીયા તથા ભાવેશભાઇ ટીલાળા એમ બંને જેતલસર વિકેશભાઈના ઘરે આવેલ હતા.
તેની સાથે પૈસા વ્યાજવા લેવાની અને પૈસા પેટે જમીન ગીરવે મુકી દસ્તાવેજ કરી દેવાની વાત ચીત થયેલ અને તેને જમીન બતાવેલ હતી. તે પછી જેતપુરના નીલેશભાઈ દામજીભાઈ ટીલાળા તથા ભાવેશભાઈ દામજીભાઇ ટીલાળા પાસેથી રૂૂપીયા 40 લાખ માસીક 3 ટકા વ્યાજે મગનભાઇ ચોવટીયાએ અપાવેલ અને આ રૂૂપીયાની જામીનગીરી પેટે તેમની જમીનનો દસ્તાવેજ પિતાએ ગઇ તા.21/0 1/2015 ના રોજ કરી આપ્યો હતો. વિકેશભાઈ 40 લાખનું વ્યાજ દર માસે રૂૂપીયા 1.20 લાખ વ્યાજ ચુકવવાનું હતું. જેમાં પ્રથમ ચાર મહિનાનું અલગ અલગ આંગડીયા મારફતે દર માસે રૂૂપીયા 1,20,000 લેખે ચાર માસના રૂૂપીયા 4,80,000 વ્યાજ ભાવેશભાઈ ટીલાળાને મોકલેલ હતા. તે બાદ વિકેશભાઈને ધંધામાં મંદી આવતા પાંચેક મહીના સુધી વ્યાજ મોકલેલ નહી.
જેથી બન્નેએ વિકેશના પિતા પરસોતમભાઈ પ્રેમજીભાઇ ભુવા પાસે વ્યાજની ઉઘરાણી કરેલ અને પિતાને ગાળો આપી જમીનનો કબજો લઇ લેવાની ધમકી આપેલ અને વિકેશ જેતલસર આવ્યો ત્યારે બન્ને વ્યાજખોરોએ વ્યાજ તથા પેનલ્ટી તથા મુળ મળી રૂૂા.55 લાખની માંગ કરી હતી. અને હવે 3 ટકાને બદલે હવે 5 ટકા લેખે વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું.
ભાવેશભાઇ ટીલાળા તથા તેનો ભાઇ નીલેશભાઈ ટીલાળા તથા મગનભાઇ ચોવટીયા એમ ત્રણેય અવાર નવાર ફોન કરી વ્યાજની માંગણી કરતા હતા અને આ અમારી જમીનની કિમંત બે કરોડ જેવી થતી હોય, તે જમીન અડધી કિમંતમાં વેચી નાખવાની ધમકી આપતા હતા અને તેમણે વ્યાજ તથા પેનલ્ટી તથા મુળ રકમ રૂૂ.1.90 કરોડ આપશો તો તમને તમારી જમીન નો દસ્તાવેજ કરી આપશું તેમ ધમકી આપી હતી. ત્યાર બાદ ભાવેશભાઈ ટીલાળા તથા તેના ભાઇ નીલશેભાઇ ટીલાળા તથા મગનભાઈ ચોવટીયાએ જાણ બહાર જેતપુરવાળા નાથાભાઈ લાખાભાઈ માવાણીને જમીન વેચાણ દસ્તાવેજથી વેચી નાખેલ હતી. બાદમાં કેશોદવાળા મિત્ર વિઠ્ઠલભાઇ ભગવાનદાસ પીપળીયા ને રૂૂા.30 લાખ જમીન ઉપર વ્યાજે કરી આપવા વાત કરતા ક્શોદના રામભાઇ લખમણભાઇ કેશવાલા તથા મશરીભાઇ દેવશીભાઇ બારીયા તથા મહેશભાઈ જોષી 3 ટકા વ્યાજે 30 લાખ આપવાની વાત થયેલ અને આ ત્રણેયે દસ-દસ લાખ કરી રૂૂ 1.30,00,000 રોકડા માસીક 3 ટકા વ્યાજે આપેલ હતા.આમ મગનભાઈ ચોવટીયા મારફતે નીલેશભાઇ દામજીભાઇ ટીલાળા તથા ભાવેશભાઇ દામજીભાઇ ટીલાળા પાસેથી જમીન પેટે રૂૂા.40,00,000 3 ટકા વ્યાજે આપી જમીનનો દસ્તાવેજ કરાવી, મુળ રકમ તથા વ્યાજ તથા પેનલ્ટી સહિત રૂૂ1.90 કરોડની માંગણી જમીન બીજાને વેચી નાખી હતી તેમજ વ્યાજ સહિત રૂૂા. 96,55,000 લઇ રામભાઇ લખમણભાઇ કેશવાલા,મશરીભાઇ દેવશીભાઇ બારીયા,મહેશભાઇ જોષી પાસેથી લીધેલા રૂૂપીયા 30 લાખનું તેની મુળ રકમ રૂૂા. 10,00,000 તથા વ્યાજ સહીત 14.20 લાખ મશરી બારિયાને રૂૂા.28,60,000 મહેશ જોશીને રૂૂ.17,55 લાખ ચુકવી આપેલ હતું. છતાં યશ મશરી ભાઇ બારીયાએ પિતાના કહેવાથી હવાલો લઇ વ્યાજના નાણાની વારંવાર ઉધરાણી કરાવી ધમકી આપતા હોય જેતપુર પોલીસ ફરિયાદ નોધાવી હતી.
જમીન દલાલે કિંમતી જમીન પડાવવા માટે કારખાનેદારને વ્યાજના ચુંગાલમાં ફસાવ્યો
જેતલસરના વતની વિકેશભાઈને ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા જમીન દલાલ મગન ચોવટિયાને પોતાની બાયપાસ પાસેની કિંમતી જમીન વેચવાની વાત કરી હતી. પરંતુ મગન ચોવટિયાએ તમારી જમીનનો ભાવ વધશે. તેવું કહી શરાફી વ્યાજે રૂપિયા અપાવવાની લાલચ આપી જમીન સસ્તામાં પડાવી લેવાનો કારસો રચ્યો હતો અને મગને જ રૂપાવટીના નિલેશ ટીલાળા અને ભાવેશ ટિલાળા નામના બન્ને ભાઈઓ પાસેથી આ કરોડોની જમીન ઉપર 40લાખ વ્યાજે અપાવી આ જમીન બન્ને ભાઈઓના નામે કરાવ્યા બાદ વિકેશને વ્યાજના ચક્રમાં ફસાવી 1.90 કરોડ રૂપિયા માંગી આ જમીન પડાવી લેવાનું કાવતરું રચ્યું હતું.