શહેરના તમામ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા નાયબ મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તક રાજકોટ શહેર ખાતે કુલ-31 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. રાજકોટ શહેરમાં આરોગ્યની તમામ સેવાઓ સુચારૂૂ રીતે ચલાવવા ઉપરાંત શહેરના લોકોને પ્રાથમિક આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા, ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમો અને વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરીક સુધી મળી રહે તે માટે તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટીબદ્ધ હોય છે. આ કામગીરીના સુચારૂૂ અમલીકરણ માટે શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું સુપરવિઝન અને મોનીટરીંગ ખુબ જ આવશ્યક હોય.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની સહીત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ સવારે 9:00 અને સાંજે 4:00 કલાકે શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ સ્ટાફની હાજરી, ઓ.પી.ડી., લેબોરેટરી, ફાર્મસી ઉપરાંત વિવિધ પ્રકારનાં રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ, ટી.બી. નિર્મુલન કાર્યક્રમ, મેલેરિયા નાબુદી કાર્યક્રમ, બિનસંચારી રોગોનું સ્ક્રીનીંગ અને નિદાન કાર્યક્રમ ઉપરાંત માતૃ-બાળકલ્યાણની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની ઉપલબ્ધીના સુચકાંકો વગેરેની ચર્ચા ઉપરાંત દવાઓનાં જથ્થાની ઉપલબ્ધતા પી.એમ.જે.એ.વાય. કાર્ડ અંગેની કામગીરી, સ્ટાફની નિયમિતતાનું ક્રોસવેરીફીકેશન ઉપરાંત વર્ષા ઋતુ દરમિયાન અને વરસાદ બાદ રોગચાળાની પરિસ્થિતિને નિવારવાના પગલાં ઉપરાંત અતિજોખમી સગર્ભાઓનાં બર્થ માઈક્રોપ્લાન વગેરે બાબતે સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.