વોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદ
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ આજે શહેરના વોર્ડ નં.18 માં શિવનગર અને ડી માર્ટ વાળા રોડ અને આજુબાજુના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે રાજકોટ મહાનગરપાલિકાના જુદાજુદા વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે રસ્તા રિપેરિંગ અને ખાડા બૂરવાની કામગીરી, જુદીજુદી ફરિયાદોના નિકાલ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા થતી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરીનું નાગરિકો સાથે ફોન કોલથી અને રૂૂબરૂૂ વાતચિત કરી ક્રોસ વેરિફિકેશન પણ કર્યું હતું.
શહેરના પૂર્વ ઝોન હેઠળના આ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમો દ્વારા લોકો તરફથી રજુ કરવામાં આવેલી જે ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું તેમાં મહાનગરપાલિકાની કામગીરી રહી તેનું નાયબ કમિશનર મનીષ ગુરવાનીએ જાતે જ મૂલ્યાંકન કર્યું હતું. આ માટે તેમણે પોતે જ અમૂક ફરિયાદી નાગરિકોને ફોન કોલ કરીને ફરિયાદોના નિકાલ અંગે તેઓના રીવ્યુ મેળવ્યા હતાં.
આ ઉપરાંત નાયબ કમિશનરએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીપર વાનથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીની સમિક્ષા પણ કરી હતી. ટીપર વાન દ્વારા તેને ફાળવવામાં આવેલ રૂૂટ પર વ્યવસ્થિતરીતે અને સમયસર ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવે છે કે કેમ તે અંગે સીધો નાગરિકો સાથે સંવાદ કરીને ચકાસણી કરી હતી. નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે પૂર્વ ઝોનના સિટી ઈજનેર, નાયબ પર્યાવરણ ઈજનેર, વોર્ડ ઓફિસર અને અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.