ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની BLO-સ્થાનિકો સાથે ‘ચાય પે ચર્ચા’
સુરતના અલથાણ સોહમ સર્કલ નજીક આવેલા એક નાના ચા સ્ટોલ પર રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકો, કોર્પોરેટર અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી કરતા BLO (બૂથ લેવલ ઓફિસર્સ) તથા તેમના સાથી સભ્યો સાથે ‘ચાય પે ચર્ચા’ કરી હતી. આ અનૌપચારિક મુલાકાત 30 નવેમ્બર, 2025ના રોજ અચાનક જોવા મળી હતી. જેમાં હર્ષભાઈ સંઘવી પોતાના મતવિસ્તારના સેક્ટરોમાં જઈને બીએલઓ સહિત સ્થાનિક લોકોને મળી રહ્યાં હતા, ત્યારે બધા એક ચાની કિટલીએ ભેગા થયા તો ચાય પે ચર્ચા જેવો માહોલ સર્જાયો હતો. જેમાં વોટર લિસ્ટ સુધારણા અભિયાન SIRની કામગીરી પર ભાર મૂકાયો હતો. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીને SIR કામગીરીને લોકશાહીનો પર્વ ગણાવ્યો હતો અને તેને સાથે મળીને પૂર્ણ કરવાની વાત કરી હતી.
હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકોના પડતર પ્રશ્નો સાંભળ્યા અને તેનું ઝડપી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. તેમણે ઇકઘઓની કામગીરીની જાહેરમાં વખાણી હતી. ખાસ કરીને માંદગીમાં સપડાયેલા ઇકઘની જગ્યાએ SIR કામગીરી કરતા સભ્યની પ્રશંસા કરી હતી. આ પ્રોત્સાહનથી લોકોમાં ઉત્સાહ વધ્યો અને તેઓએ કહ્યું કે, આવી ચર્ચાથી સમસ્યાઓનો તુરંત ઉકેલ મળે છે.
સ્થાનિક કોર્પોરેટરોએ જણાવ્યું કે, SIRથી હજારો નવા મતદારો નોંધાઈ રહ્યા છે, જેમાં યુવા અને મહિલાઓની સંખ્યા વધી રહી છે. ચર્ચા દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘SIRની કામગીરીને મજબૂતાઈ આપવા આપણે સૌ સાથે મળીને કરવાની છે. સમાજ જીવનમાં નાની-મોટી સમસ્યાઓ આવશે, તેનો નિકાલ પણ સૌ સાથે મળીને કરવો જોઈએ. પ્રાથમિક સુવિધાઓના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.’ તેમણે સંગઠનની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું, ‘પારિવારિક ભાવનાથી તમામ કામો પૂર્ણ થાય છે. આપણે લોકશાહીના પર્વને સારી રીતે બનાવી શકીશું.’