નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા
કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે પંહોચી દર્શન કર્યા હતા.આ વેળા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનોએ હર્ષ સંઘવીને આવકારી સ્વાગત કર્યુ હતુ.બાદમાં તેઓ કાર માં રાજકોટ રવાનાં થયા હતા.
હાલ છેલ્લા દોઢ બે વરસથી રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેનનું કામ મંથર ગતીએ ચાલી રહ્યુ છે.ક્યારે પુર્ણ થશે એ નક્કી નથી. ટ્રાફિક જામ વચ્ચે નાનામોટા અકસ્માત પણ સર્જાઇ રહ્યા છે.બે મહિના પહેલા લોકોનાં રોષને ખાળવા જિલ્લા કલેક્ટરે સિક્સલેનની મુલાકાત લઇ કામ જડપી અને તુરંત પુરુ કરવા તાકીદ કરી હતી.બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા એ પણ રગસીયા ગાડા માફક ચાલતી કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી જડપી કામ કરવા સુચના આપી હતી.તેમ છતા ઓવરબ્રિજની ધીમી કામગીરીમાં કોઈ ફર્ક પડ્યો નથી.ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી નેશનલ હાઇવે પરથી કાર દ્વારા ગોંડલ પંહોચ્યા હતા.તેમને પણ સિક્સલેનની મંથરગતી સમી કામગીરીનો અનુભવ થયો હશે.પણ રમાનાથધામ ખાતે તેમણે પત્રકારો સાથે કોઈ વાત કરવાનું ટાળી દર્શન કરી રાજકોટ જવા નિકળી ગયા હતા.