For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર, અમદાવાદમાં 50 ફ્લાઇટ્સ મોડી પડી

05:13 PM Dec 03, 2025 IST | Bhumika
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર  અમદાવાદમાં 50 ફ્લાઇટ્સ મોડી પડી

ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે એરપોર્ટ પર હવાઈ સેવાઓને ભારે અસર થઈ હતી. એરપોર્ટના સૂત્રો અનુસાર, આગમન અને પ્રસ્થાન સહિત કુલ 50 ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે ચાર ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. આ વિક્ષેપોથી મુખ્યત્વે ઉત્તર ભારતીય રાજ્યો તરફની અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સને અસર થઈ હતી. મોટાભાગની અસરગ્રસ્ત સેવાઓમાં 45 મિનિટથી લઈને સાડા ત્રણ કલાક સુધીનો વિલંબ નોંધાયો હતો.

Advertisement

કુલ 50 ફ્લાઈટ્સ મોડી પડી હતી જેમાં પ્રસ્થાન આશરે 35 અને આગમન આશરે 15 ફ્લાઇટ્સ હતી. કુલ 4 ફ્લાઇટ રદ થઈ હતી. આ માટે મુખ્ય કારણ ઉત્તર ભારતીય રાજ્યોમાં ભારે ધુમ્મસ, જેના કારણે રનવે પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટવાને ગણાવાયું હતું

રદ થયેલી ચાર ફ્લાઇટ્સમાંથી, બે દીવ અને બે જયપુર જવાની હતી. વહેલી સવારની અમદાવાદ-અમૃતસર રૂૂટ પરની ઇન્ડિગોની ફ્લાઇટ ત્રણ કલાક મોડી પડી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા વ્યસ્ત રૂૂટ સહિત શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, પટના, હૈદરાબાદ, ગોવા, પુણે, કેશોદ, વારાણસી, ઇન્દોર, લખનૌ અને રાંચીની સેવાઓ પણ આનાથી પ્રભાવિત થઈ હતી. મુસાફરોને તેમના નિર્ધારિત સ્થળોએ પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement