For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેન્ગ્યુના કેસમાં ફરી ઉછાળો, ચિકનગુનિયા ચોપડામાંથી ગાયબ

03:39 PM Nov 03, 2025 IST | admin
ડેન્ગ્યુના કેસમાં ફરી ઉછાળો  ચિકનગુનિયા ચોપડામાંથી ગાયબ

મનપાના આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર ચેકિંગ દરમિયાન ચિકનગુનિયાના એક પણ કેસ ન આવતા કામગીરી શંકાસ્પદ હોવાની ચર્ચા

Advertisement

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોજે રોજ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ રોગચાળાના સાચા આંકડા કયારેય બહાર આવતા નથી. ગત સપ્તાહે ચેકિંગ હાથ ધરી રીપોર્ટ જાહેર કરેલ જેમાં ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી જેની સામે શહેરમાં અસંખ્ય ચિકનગુનિયાના દર્દીઓ હોવાનું જોવા મળી રહ્યું છે. ડેન્ગ્યુના કેસમાં પણ આ સપ્તાહમાં વધારો જોવા મળતા રાબેતા મુજબ 411, આસામીયોઅને મચ્છર ઉત્પદી સબબ નોટીસ આપવામાં આવી હતી. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થૅળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

Advertisement

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.27/10/2025 થી તા.02/11/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 35826 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 915 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.

તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 522 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement