For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ દ્વારકામાં ફરી ડિમોલિશન, બુલડોઝરો ધણધણ્યા

11:25 AM Sep 13, 2025 IST | Bhumika
યાત્રાધામ દ્વારકામાં ફરી ડિમોલિશન  બુલડોઝરો ધણધણ્યા

યાત્રાધામ દ્વારકામાં ફરી તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર રહેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ રોજ સવારે પ્રાંત અધિકારી અમોલ આઉટે ડીવાયએસપી મામલતદાર સહિત સંયુક્ત તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર રહેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે દ્વારકાથી જામનગર તરફ જવાના નેશનલ હાઈવે રોડ ટચ હાથી ગેટની સામે આવેલ એક કોમર્શિયલ બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

Advertisement

જ્યારે તેમની સામે થયેલ એક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જલારામ મંદિર તરફ જવાના રસ્તે રોડ પાસે રહેલ ભવનો ઉપર ઈટાચી અને બુલડોઝર ફેરવી સરકારી જગ્યા ખુલી કરવામાં આવી હતી. ત્યારે ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.જેમાં દબાણો માં (1) રામદેવ ભવન જે ક્ષેત્રફળ 2852 તો ફુટ સર્વે નંબર 1229 કરેલ બાંધકામ 13 રૂૂમ 6 દુકાનો જેની બજાર કિંમત 3.5 કરોડ (અંદાજે) થાય છે. (2) ધાર્મિક ચામુડા મંદિર ક્ષેત્રફળ 3000 તો.ફુટ સર્વે નંબર બિન નંબરી (સરકારી) બાંધકામ 1 મંદિર 18 રૂૂમો જે જમીનની બજાર કિંમત 12 કરોડ (અંદાજે) થાય છે. (3) આલબાઈ ભવન ક્ષેત્રફળ 800 ચો.ફુટ સર્વે નંબર 1175 (સરકારી) જેમાં બાંધકામ 1 દુકાન 8 રૂૂમો જેની બજાર કિંમત 2.8 કરોડ (અંદાજે)થાય છે. ટોટલ તમામ સરકારી જગ્યા ઉપર કરેલ દબાણ 6652 ચોરસ ફૂટ જેની બજાર કિંમત (અંદાજે) કિંમત 18.3 કરોડ રૂૂપિયા તંત્ર દ્વારા ખૂલ્લી કરવામાં આવી છે. દ્વારકામાં આ ડિમોશનથી ભુમાફિયાઓમા ફફડાટ ફેલાયો છે.

જોકે સરકારી કરોડો રૂૂપિયાની હજારો ફૂટ જગ્યા રૂૂક્ષ્મણી મંદિર સામે આવેલ તે સરકારી જગ્યામાં ખડકાઈ ગયેલ બાઇક રીક્ષાના શોરૂૂમ ભવન નો તેમજ અન્ય કોમર્શિયલ બાંધકામો કરનાર અંદાજીત 70 જેટલા ઈસમોને 3 મહિના પહેલા નોટીસો ફટકારી હતી. તે ક્યારે દૂર કરાશે સૌ કોઈને મીટ મંડાઇ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement