દ્વારકા જગત મંદિર આસપાસ ડિમોલિશન કરતું તંત્ર
12:14 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
ગુજરાત મિરર,ખંભાળિયા તા.30
દ્વારકા જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. સાથે સાથે દિન પ્રતિદિન આ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જગત મંદિરને જોડતા માર્ગો પર અનેક દબાણો વખતો વખત ખડકાઈ ચૂક્યા છે. જેના સ્થાનિક તંત્ર દ્વારા અનેક વખત કેટલાક દબાણો હટાવ્યા બાદ પણ કેટલાક લોકો દ્વારા આ આવા દબાણ ફરી વખત કરી લેવામાં આવે છે.ત્યારે આજે દ્વારકાના નવનિયુક્ત પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ દ્વારકા નગરપાલિકા દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ શનિવારે વધુ એક વખત ડીમોલીશન હાથ ધરાયું હતું. અહીં પોલીસ સ્ટાફને સાથે રાખીને આશરે 400 જેટલી કેબીનો તથા નાના મોટા દબાણો હટાવવામાં આવ્યા હતા. અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
Advertisement
Advertisement