સાધના કોલોનીમાં વધુ 36 ફ્લેટ સાથેના જર્જરિત ત્રણ બિલ્ડિંગોનું ડિમોલિશન
જામનગરની સાધના કોલોનીમાં જર્જરીત બિલ્ડીંગોને જમીન દોસ્ત કરવા માટેની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વધુ 36 ફ્લેટ સાથેના વધુ ત્રણ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી ની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાની ટુકડી બે જેસીબી મશીન તથા અન્ય સામગ્રી સાથે સાધના કોલોની વિસ્તારમાં પહોંચી હતી, અને એલ- એલ-97,98 અને એલ-99 નંબરના ત્રણ બિલ્ડીંગ, કે જેમાં 36 ફ્લેટ આવેલા છે, જે જર્જરીત બિલ્ડીંગો સૌ પ્રથમ ખાલી કરાવી દેવાયા હતા, તેના પર આજે બુલડોઝર ફેરવી દેવાયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાધના કોલોની વિસ્તારમાં કુલ 21 બિલ્ડીંગના 252 જેટલા ફ્લેટ ડીમોલાઈઝડ કરી દેવામાં આવ્યા છે.
ઉપરાંત હજુ કેટલાક જર્જરીત બિલ્ડીંગ કે જેનો સર્વે કરીને ડિમોલનેશન કરવાની કાર્યવાહી આવનારા દિવસોમાં અવિરત ચાલુ રાખવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂૂપે શરૂૂ સેક્શન રોડ પર આવેલા ઓધવરામ એપાર્ટમેન્ટ કે જેનો પણ જર્જરિત હિસ્સો દૂર કરવામાં આવ્યો છે.