ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસન

01:39 PM Jul 26, 2025 IST | Bhumika
Advertisement

જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને અંદાજે 100 વીઘા જેટલી અતિ કિમતી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે, જેને લઈને ભારે દોડધામ મચી ગઈ છે.

Advertisement

કરોડો રૂૂપિયાની કીમતી ગણાતી આ જમીન પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવાયા હતા, જેને તંત્ર દ્વારા આખરી નોટિસ આપી દેવાયા બાદ આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના માટે 7 જીસીબી મશીનો, 10 ટ્રેક્ટર અને 100 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેની રાહબરી હેઠળ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કુલ મળીને સરકારી ખરાબામાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા હતા, જ્યારે ગૌચરની જમીનમાં 30 જેટલા બાંધકામો ઉભા થઈ ગયા હતા, જે તમામ દબાણોને દૂર કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, પીજીવીસીએલ ની ટીમ વગેરે સાથે રહ્યા છે.

Tags :
Demolitiongujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement