માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશન
માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ મુલાકાત દરમ્યાન આપવામાં આવેલ સૂચના મુજબ માધવપુર મેળા ગાઉન્ડમાં આવેલ દેખિતા દબાણ સત્વરે દૂર કરવા સૂચના કરી દેવામાં આવી હતી જે અંતર્ગત માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ રૂૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળા ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા પેશકદમી દૂર કરવા ડીમોલેશન હાથ ધરાયુ હતું.
પોરબંદર સોમનાથ હાઇવે ઉપર આવેલા માધવપુરમાં 2485 ચોરસ મીટર દબાણ દૂર કરી અંદાજે રૂૂ.એક કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની સુચના અને માર્ગદર્શનથી તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટિમ જિલ્લા પંચાયતની ટિમ સહિત ગ્રામપંચાયત સરપંચ રેવન્યુ મંત્રી સહિતનો કાફલો હાજર રહી રૂૂ. એક કરોડ ની કિંમતની 2485 ચોરસ મીટર જગ્યા ઉપર ડીમોલેશન કરાયું હતુન. તંત્ર દ્વારા પોલીસ બંધોબસ્ત ચુસ્ત રખાયો હતો મેળા ગ્રાઉન્ડ પાસે આવેલી કેબીન અને ચા પાનના ગલ્લા પણ દૂર કરાયા હતા. લારી ગલ્લાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરેલ હતા.