For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાગરનગર મફતિયાપરાનું ડિમોલિશન અસંભવ

04:24 PM Mar 16, 2024 IST | Bhumika
સાગરનગર મફતિયાપરાનું ડિમોલિશન અસંભવ
  • રાજાશાહી વખતમાં 1956 સ્લમ વિસ્તાર તરીકે ઘોષિત કરી દાનમાં જગ્યા અપાઈ છે માટે કોકડું ગુંચવાયું
  • પડે તો આખું પડે, એક બે મકાનનું ડિમોલિશન ન થાય તેવા નિયમ અમલમાં
  • ટાઉન પ્લાનિંગ વિભાગનો સરવે રિપોર્ટ આજે સાંજે તૈયાર થાય તે પહેલાં જ વિગતો બહાર આવી

Advertisement

મહાનગરપાલિકાના આવાસ યોજના કૌભાંડ ધુણ્યા બાદ દોષિત કોર્પોરેટરના પતિઓ દ્વારા સાગરનગર મફતિયાપરામાં અનેક મકાનો બનાવી લીધાનું અને મફતિયું ઉભુ કરી દીધાનું બહાર આવ્યું છે. જેના કારણે મનપાના ટીપી વિભાગ દદ્વારા છેલ્લા બે દિવસથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ મફતિયું તોડી પાડવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે મનપામાંથી જાણવા મળતી વિગત મુજબ 1956માં સ્લમ વિસ્તાર તરીકે જાહેર થયેલ મફતિયાપરાનું ડિમોલીશન થઈ શકે નહીં. પરંતુ વધુ વિગત આજે સાંજે સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેમ જણાવ્યું હતું.
આવાસ યોજના કૌભાંડમાં કોર્પોરેટરના પતિ કવાભાઈ ગોલતર દ્વારા મફતિયુ ઉભુ કરી દીધાની ફરિયાદ થઈ હતી. રાંદરડા તળાવની બાજુમાં કવાભાઈએ સરકારી જમીન ઉપર મફતિયુ બનાવી લીધેલ હોય આગામી દિવસોમાં આ વિસ્તાર ખુલ્લો કરાવવા ડિમોલીશનની કાગીરી હાથ દરાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને ગેરકાયદેસર મકાનો અંગે મનપાના ટાઉન પ્લાનીંગ દ્વારા ગઈકાલથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જે આજે સાંજે પૂર્ણ થઈ જશે પરંતુ સર્વે પહેલા જાણવા મળેલ છે કે, રાજાશાહી વખતમાં 1956ની શાલમાં આ પ્રકારની અનેક જગ્યાઓ કલેક્ટર વિભાગને અને કોર્પોરેશનને દાનમાં આપી હતી. અને તે વખતે આ વિસ્તાર સ્લમ વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવેલ જેમાં આજે 327 નાના-મોટા મકાનો વર્ષોથી ઉભા છે અને પરિવારો તેમાં રહે છે. ત્યારે આ સાગર નગર મફતિયા પરામાં કોર્પોરેટરના પતિ કવાભાઈ ગોલતરે આવાસ કૌભાંડ આચર્યુ છે જેથી તેમણે બનાવેલા મફતિયાપરાના મકાનોનું ડિમોલીશન કરવું જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે. પરંતુ વર્ષો પહેલા સરકારે ઘોષિત કરેલ મફતિયુપરુ હટાવવું હોય તો અસરગ્રસ્તોને અલગ આવાસ ફાળવવા પડે છે જેની સામે કૌભાંડ કરનાર કવાભાઈ આ મફતિયામાં આઠ-નવ મકાન ધરાવે છે આથી એક-બે મકાન માટે આખા મફતિયાનું ડિમોલીશન થાય તેવો નિયમ પણ અમલમાં હોય આ મફતિયાનું ડિમોલીશન અસંભવ લાગી રહ્યું છે. છતાં ટાઉન પ્લાનીંગ વિભાગના રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણાવા મળેલ છે.

સાગર નગર મફતિયાપરામાં હાલમાં 327 પરિવારો નાના-મોટા ઘરોમાં વસવાટ કરી રહ્યા છે. વર્ષોથી આ વિસ્તાર અમલમાં આવ્યો છે. ત્યારે ફક્ત એક કૌભાંડકારના અમુક મકાનોને ગેરકાયદેસર ઠેરવવા માટે આખા મફતિયાપરાનું ડિમોલીશન કરવાનું થાય તેવી અફવા ઉડતા ત્યાં રહેતા પરિવારોમાં રોષ સાથે ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. છતાં ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ આ પ્રકારના રાજાશાહી વખતના અનેક પ્રકારના પ્લોટ ઉપર મફતિયા હૈયાત છે જે ખાલી કરાવવા માટે પીપીપી ધોરણે અસરગ્રસ્તોને વળતર આપવાની યોજના બનાવી પડે તો જ આ પ્રકારના પ્લોટ ખાલી થઈ શકે તેમ છે.

Advertisement

ડબલ નામ વાળાને કઢાશે
સાગરનગર મફતિયાપરામાં ડિમોલીશન કરવાની કામગીરી ચાલુ થશે તેવી ચર્ચા જાગી છે જેની સામે રાજાશાહી વખતમાં આપેલ આ સ્લમ વિસ્તારમાં વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે 327 જેટલા મકાનોનું ડિમોલીશન થઈ શકે કે કેમ તેવો મોટો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે. છતાં સુત્રોના જણાવ્યા મુજબ સાગરનગર મફતિયાપરામાં હાલમાં રહેતા ડબલનામવાળા વ્યક્તિઓને અલગથી કરી તેમના આવાસો ખાલસા કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement