જામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી- નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે દિવાળી પહેલાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અનેક દબાણો હટાવી લેવાયા હતા. જે પ્રક્રિયા આજે ફરીથી શરૂૂ કરાઈ છે અને ખુદ કમિશનર ડી. એન. મોદી જાતે સર્વે કરવા માટે નીકળ્યા હતા. બચુ નગર વિસ્તારમાં દબાણના સર્વે દરમિયાન તેઓની સાથે આસી. કમિશનર ભાવેશ જાની, ઉપરાંત મુકેશભાઈ વરણવા, અને એસ્ટેટ શાખાનો કાફલો જોડાયો હતો.
બચુ નગર વિસ્તારમાં અંદાજે 8,000 ફૂટ જેટલી સરકારી જગ્યા કે જેના ઉપર કોઈ આસામી દ્વારા ઘોડાનો તબેલો બનાવી લેવાયો હતો, અને દિવાલની ફેન્સીંગ, ગેઇટ વગેરે લગાડીને તેમાં ઘોડા બાંધવામાં આવ્યા હતા. તે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ દબાણ હટાવ ની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને એસ્ટેટ શાખા દ્વારા હાલ ઉપરોક્ત જગ્યાને ખુલ્લી કરાવવા માટે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.