વોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશન
ગાર્ડનના હેતુનો રૂા.27.58 કરોડનો 6896 ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવાયો
મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો વિરૂધ્ધ કાર્યવાહી ચાલુ રાખી હતી અને વોર્ડ નં.3માં ગાર્ડન માટે અનામત રાખવામાં આવેલ પ્લોટ ઉપર ખડકાઇ ગયેલા ચાર ઓરડીનુ ડિમલીશન કરી રૂા.27.58 કરોડની 6896 ચો.મી.જગ્યા ખુલ્લી કરાવી હતી.
મ્યુનિસિપલકમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનર, એચ.એમ. સોરઠીયાના માર્ગદર્શન હેઠળ તા.13/11/2025નાંરોજ રાજકોટ મહાનગરપાલિકાનાસેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.03 માં અનામત પ્લોટ નં.7/એમાં થયેલ ગેરકાયદેસર પતરાવાળી ઓરડીનું દબાણ દુર કરવામાટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ નોટીસ અપાયેલ હોય અને ચોમાસુ સત્રના કારણે ડિમોલીશન કામગીરી બાકી હોય તેવી ગેરકાયદેસર મિલકતોનુ લિસ્ટ તૈયાર કર્યા બાદ ગઇકાલથી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં મવડી અને મોટા મવામાં 21થી વધુ દબાણો દૂર કર્યા બાદ આજે વોર્ડ નં.3માં અનામત પ્લોટમાં સાત-એ ગાર્ડન હેતુ માટે રાખવામાં આવેલ જેના ઉપર વર્ષોથી ચાર ઓરડીનુ દબાણ હોય અને આ સ્થળે હવે ગાર્ડન તૈયાર કરવાનુ હોવાથી દબાણો દૂર કરવા માટે અગાઉ નોટીસ આપવામાં આવેલ ત્યારબાદ ચોમાસુ સત્ર શરૂ થતા ડિમોલીશન થઇ શકે નહીં અને હવે આ સ્થળ ઉપર દબાણકર્તાઓએ આજ સુધી દબાણો દૂર ન કર્યુનુ માલુમ પડતા આજે સવારે ડિમોલીશનની કામગીરી હાથ ધરી ચાર ઓરડીઓના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરોકત કામગીરી ટાઉન પ્લાનિંગ શાખા, સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, ફાયર ઓફિસ સ્ટાફ અને વિજીલન્સના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.